જલદી આ ખરાબ આદતો બદલો, નહીં તો આંખો સાવ નબળી થઇ જશે, ધૂંધળું દેખાશે

જલદી આ ખરાબ આદતો બદલો, નહીં તો આંખો સાવ નબળી થઇ જશે, ધૂંધળું દેખાશે

Mnf network:  શરીરના બધા અંગોમાં આંખ મહત્વપૂર્ણ અને નાજુક હોય છે. આપણે બધા આંખોથી ખૂબસુરત નજારો જોઇ શકીએ છીએ. આમ, જેમ તમે હેલ્થ અને સ્કિનનું ધ્યાન રાખો છો એમ આંખોની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. આંખોની કાળજી તમે લેતા નથી તો અનેક તકલીફો થવા લાગે છે. આમ, તમારી કેટલીક ખરાબ આદતોને કારણે તમારી આંખોને અનેક ઘણું નુકસાન થાય છે.

કોન્ટેક્ટ લેન્સ પહેરીને ઊંઘશો નહીં

કેટલાક લોકોને કોન્ટેક્ટ લેન્સ પહેરીને ઊંઘવાની આદત હોય છે. આ સાથે અમુક લોકો ભૂલથી પહેરીને સૂઇ જતા હોય છે. આમ કરવાથી આંખોને ભયંકર નુકસાન થાય છે. લેન્સ પહેરીને ઊંઘવાથી આંખોના ખુણા સુધી ઓક્સિજન પહોંચતો નથી જે તમારી આંખો માટે નુકસાનકારક સાબિત થાય છે.

સતત કમ્પ્યુટર અને મોબાઇલ જોવાની આદત

તમને સતત કમ્પ્યુટર અને મોબાઇલ જોવાની આદત છે તો તમારે આ ટેવ સુધારવાની જરૂર છે. કમ્પ્યુટર અને મોબાઇલ જોવાને કારણે આંખોને નુકસાન થાય છે. આ ઇલેક્ટ્રોનિક ગેજેટથી આંખોને નુકસાન થાય છે. આ સાથે આંખોને બીજી ગંભીર સમસ્યાઓ થાય છે.

તડકામાં ચશ્મા ના પહેરવા

તમે તડકામાં ચશ્મા પહેરતા નથી તો તમારે આ ટેવ સુધારવાની જરૂર છે. તડકામાં હંમેશા ચશ્મા પહેરવાની આદત પાડો. તડકાથી આંખોને નુકસાન થાય છે.

મેક અપ કરીને ઊંઘવુ

ઘણી વાર લોકો આંખો પર મેક અપ કરીને સૂઇ જતા હોય છે. મેક અપ કરીને ઊંઘવાથી આંખોની ત્વચાને નુકસાન થાય છે. મેક અપથી આંખોની પાંપણોને ઇન્ફેક્શન થઇ શકે છે. આ સિવાય આંખોની ચારેય ગ્રંથિઓમાં તકલીફ થઇ શકે છે.

Note :  આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.