સુરત : નીલકંઠ કન્યા વિદ્યાલયમાં વેસ્ટ માંથી બેસ્ટ કૃતિઓનું યોજાયું પ્રદર્શન
મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : કતારગામ વેડ રોડ, સિંગણપુર ચાર રસ્તા પાસે આવેલી નીલકંઠ કન્યા વિદ્યાલય માં પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીનીઓએ વેસ્ટ મટીરીયલ્સ માંથી સરસ મજાની જુદી જુદી કૃતિઓ બનાવી હતી.
જેમાં વિદ્યાર્થીનીઓએ તૈયાર કરેલી કૃતિઓમાં ખાસ કરીને સ્પેસ શટલ, ચંદ્રયાન, તેમજ સૌર મંડળ અને પવનચક્કી જેવી વૈજ્ઞાનિક થીમ પર આધારિત કૃતિઓએ ભારે આકર્ષણ જણાવ્યું હતું.
આ ઉપરાંત વિદ્યાર્થીનીઓએ ગ્રામ્ય જીવન ને ઉજાગર કરતી કેટલીક કૃતિઓ તેમજ પર્યાવરણ બચાવો ના થીમ પર પણ કેટલીક કૃતિઓ તૈયાર કરી હતી. દિવાળી પર્વને લઈને વિવિધ સુશોભન કરાયું હતું. આમ વેસ્ટ માંથી બેસ્ટ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓ જોવા મળી હતી.