બર્ગર ખાઓ, પણ તમારા જોખમે : રેસ્ટોરાં સાઇન કરાવે છે આવું ફૉર્મ
Mnf network: અમેરિકાના ટૂરિસ્ટને ટૉરોન્ટોમાં બર્ગર ઑર્ડર કરતાં આંચકો લાગ્યો હતો, કારણ કે તેને રેસ્ટોરાં તરફથી એક રિલીઝ ફૉર્મ સાઇન કરવા કહ્યું હતું. ટૂરિસ્ટે પોતાનો આ અજીબોગરીબ અનુભવ દર્શાવતાં સોશ્યલ મીડિયા રેડિટ પર મીલનો ફોટો રિલીઝ ફૉર્મ સાથે શૅર કર્યો હતો. એની કૅપ્શનમાં તેણે લખ્યું કે 'મેં હિલ્ટન હોટેલ રેસ્ટોરાંમાંથી મીડિયમ કુક્ડ હૅમ્બર્ગર ઑર્ડર કર્યું હતું અને વેઇટરે કોઈ પણ સૂચના વિના જ એ સર્વ કર્યું હતું.
જોકે તેણે એક બાઇટ ખાધી કે તરત એક સર્વર પેપર અને પેન લઈને આવી. તેણે કહ્યું કે અમે હમેશાં અમારું બર્ગર ખૂબ સારું બનાવીએ છીએ, પણ તમને મીડિયમ જોઈએ છે તો આ ફૉર્મ સાઇન કરવું પડશે. રિલીઝ ફૉર્મમાં જણાવાયું છે કે જો મીડિયમ કુક્ડ બર્ગરથી કોઈ બીમારી થાય તો અમે નુકસાનીના દાવા માટે જવાબદાર નથી. જોકે મેં સાઇન કરવાની ના પાડી દીધી, મેં સારા વર્તન માટે પૈસા ચૂકવ્યા, પણ બર્ગર ન ખાધું.’