સાબરમતીના સંત હવે અમેરિકાના પણ બાપુ : અમેરિકામાં ગાંધી બાપુનું પ્રથમ મ્યુઝીયમ ખુલ્લુ મુકાયું
ઉત્તર અમેરિકાના યુસ્ટન ખાતે બન્યું ગાંધીજીનું પ્રથમ મ્યુઝિયમ
મ્યુઝિયમ નું નામ 'ધ ઇટરનલ ગાંધી મ્યુઝિયમ ' રાખવામાં આવ્યું
13000 ચોરસ ફુટ જગ્યામાં ફેલાયેલું છે આ મ્યુઝીયમ
અમેરિકનો આજે પણ ગાંધીજીના સિદ્ધાંતોની કરે છે પ્રશંસા અને મેળવે છે પ્રેરણા
મોર્નિંગ ન્યુઝ ફોકસ હ્યુસ્ટન : ભારતના રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજીનું પ્રથમ મ્યુઝિયમ અમેરિકાના યુસ્ટન ખાતે ખુલ્લુ મુકાયું છે.
ઉત્તર અમેરિકામાં ગાંધીજીને સંપૂર્ણ સમર્પિત પ્રથમ મ્યુઝિયમ હ્યુસ્ટનમાં ખુલ્લું મુકાયું. ગાંધીજીના જીવનને સમર્પિત આ મ્યુઝિયમનું નામ ધ ઇટરનલ ગાંધી મ્યુઝિયમ' રાખવામાં આવ્યું છે. તે 13 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલું છે.