હેપ્પી બર્થડે મોદીજી : 1987 થી 2014 સુધીની સફર નો સંઘર્ષ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા અને ત્યારબાદ RSS માં જોડાયા.
– 1987 – દેશભરમાં હિન્દુત્વનો જુવાળ ઊભો થયો હતો ત્યારે મોદી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
– 1990 – ભાજપના નેતા એલ.કે. અડવાણીની અયોધ્યાથી ગુજરાતના સોમનાથ મંદિર સુધીની રામ રથયાત્રાના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
– 1994 – ગુજરાત વિધાનસભામાં ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી.
– 1995 – ભાજપના રાષ્ટ્રીય મંત્રી બનાવાયા અને એમને પાંચ રાજ્યોનો હવાલો સોંપવામાં આવ્યો.
– 1998 – મહામંત્રી તરીકે નિયુક્ત કરાયા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવી અને પક્ષમાં મહત્વ વધી ગયું.
– 7મી ઓક્ટોબર,2001: ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યાં
– 2002 -વિધાનસભાની 182 સીટોમાંથી 127 સીટો મેળવીને ભાજપને જંગી બહુમતિથી વિજય અપાવ્યો.
– 2007 – ગુજરાતમાં ત્રીજી વાર મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા.
– 26, ડિસેમ્બર 2012 – ગુજરાતની ચૂંટણી ફરી જીતી લીધી. 182માંથી 115 બેઠકો જીતી. સળંગ ચોથીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ.
– 17મી સપ્ટેમ્બર, 2012 – એમના જન્મ દિવસે ગુજરાતના લોકોની સેવામાં 4000 દિવસ પૂર્ણ કર્યાં. સળંગ બાર વર્ષો સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન પદે રહેવાનો તેઓ વિક્રમ ધરાવે છે .
– 2013: 9 જૂન – ગોવામાં ભાજપે મોદીને દેશની 2014ની ચૂંટણીના પ્રચાર માટેની સમિતિના વડા તરીકે નિમ્યા.
– 13 સપ્ટેંબર 2013 – ભાજપ અને એનડીએના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયા.
– 26, મે- 2014 – ભારતના વડાપ્રધાન પદે શપથ લીધા જે આજ સુધી અવરીત છે.