લવ ગુરૂ : લાગણી અને આકર્ષણ માં શું ફર્ક ?
પ્રશ્ન : લાગણી અને આકર્ષણ માં શું ફર્ક છે ?
જવાબ : લાગણી એ હૃદયના ઊંડાણમાંથી ઉદભવતી એક ભાવના છે.જ્યારે આકર્ષણ એ માત્ર અને માત્ર આંખોનો દોષ છે. આંખો દ્વારા જે વસ્તુ સુંદર અને આકર્ષક દેખાય છે તેના પ્રત્યે મનમાં આકર્ષણ જન્મવું એ એક સહજ પ્રક્રિયા છે. પરંતુ આ આકર્ષણ ધીમે ધીમે પ્રબળ બને ત્યારે જે વ્યક્તિ પ્રત્યે આકર્ષણ પેદા થયું હોય તેને પામવાની ઝંખના જન્મે છે. લાગણીમાં કોઈપણ પ્રકારની માગણી હોતી નથી. માત્ર પ્રિય વ્યક્તિને યાદ કરવાથી જો હૃદય પ્રફુલિત બની જાય તો એ લાગણી સાચા અર્થમાં છે. પરંતુ જો ગમતી વ્યક્તિને કોઈ પણ ભોગે પામવાની ઈચ્છા થાય તો એ લાગણી માત્ર અને માત્ર એક આકર્ષણ જ કહી શકાય. લાગણીમાં કોઈ ઉચ્ચ નીચ ભેદભાવ કે ઉંમરની સીમા હોતી નથી. જ્યારે આકર્ષણમાં એક ચોક્કસ પ્રકારની મર્યાદાઓ રહેલી હોય છે. આકર્ષણ માત્ર અને માત્ર શરીરના સુખ સુધી આવીને અટકી જાય છે.હૃદયના ઊંડાણ સુધી સ્પર્શતું નથી. આકર્ષણ ક્યારે ય કોઈપણ વ્યક્તિ પ્રત્યે સરખી માત્રામાં રહેતું નથી સમય પ્રમાણે આકર્ષણ હંમેશા ઘટતું જાય છે જ્યારે લાગણી અત્યારે ઉતાર ચઢાવ આવતો નથી. ગમતી વ્યક્તિની મુસ્કાન જ્યારે તમારી ખુશી નું કારણ બને ત્યારે સમજવું કે એ આકર્ષણ નહીં પરંતુ લાગણી છે.
વાચક મિત્રો આ કોલમમાં આપના હૈયાના ઊંડાણમાં છુપાયેલી લાગણીઓને વ્યક્ત કરવા માટે આપ આપના પ્રશ્નો અમને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. યોગ્ય પ્રશ્નોને 'લવ ગુરુ' કોલમમાં સમાવવામાં આવશે.