'સોનલ માએ સમાજને દુષણોથી બચાવવા માટે સતત કામ કર્યું', PM Modiએ કહ્યું- સમાજને આપી નવી રોશની
Mnf network : હાલમાં જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ખાતે આઈશ્રી સોનલમાતાજી જન્મ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. આ ત્રણ દિવસ જન્મ શતાબ્દી મહોત્સવનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ 'આઈ શ્રી સોનલ માં'ના જન્મ શતાબ્દી સમારોહને સંબોધિત કર્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે, 'સોનલ માએ વ્યસન અને નશાના અંધકારથી સમાજને કાઢીને નવી રોશની આપી.
સોનલ માએ સમાજને દુષણોથી બચાવવા માટે સતત કામ કર્યું. તેઓ આધુનિક યુગ માટે પ્રકાશ સ્તંભની જેમ હતી. સોનલ માનું સમગ્ર જીવન જન કલ્યાણ માટ સમર્પિત રહ્યું.'
'સોનલ મા દેશની એકતા અને અખંડતાની એક મજબૂત રક્ષક હતી. ભારત વિભાજન સમયે જ્યારે જૂનાગઢને તોડવાના કાવતરા ચાલી રહ્યા હતા ત્યારે તેના વિરોધમાં સોનલ મા ચંડીની જેમ જેમ ઉભી હતી.'
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પીએમ મોદીએ કહ્યું કે, 'જ્યારે અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે સોનલ મા કેટલી પ્રસન્ન થશે. આજે હું તમામને 22 જાન્યુઆરીના રોજ પોતાના ઘરોમાં શ્રીરામ જ્યોતિ પ્રજ્વલિત કરવાનો આગ્રહ કરું છું. કાલથી જ અમે દેશભરના મંદિરોમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરી દીધું છે.'