1980 ની NCC પરેડમાં 'ગવર્નન્સ મેડલ' મેળવનાર આ યુવાન છે આજે ગુજરાત ભાજપના દિગજ્જ નેતા, નામ જાણીને ચોકી જશો

1980 ની NCC પરેડમાં  'ગવર્નન્સ મેડલ' મેળવનાર આ યુવાન છે આજે ગુજરાત ભાજપના દિગજ્જ નેતા, નામ જાણીને ચોકી જશો

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) :  ભારતીય જનતા પાર્ટી એ એવી રાષ્ટ્રીય પાર્ટી છે જેમાં દેશનો એક સામાન્ય ચા વેચતો છોકરો પણ વડાપ્રધાન પદ સુધી પહોંચી શકે છે જેમાં વંશવાદ અને સગાવાદ ને કોઈ પણ પ્રકારનું સ્થાન હોતું નથી જોકે આ પાર્ટીને સફળતાના શિખરો સુધી પહોંચાડવા માટે અટલબિહારી બાજપાઈ અને નરેન્દ્ર મોદી જેવા જેવા અનેક નેતાઓએ પોતાની યુવાની ખર્ચી નાખી છે અને સમગ્ર જીવન પાર્ટી ને સમર્પિત કરી દીધો છે ત્યારે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા ગુજરાત ભાજપના એવા એક નેતાની યુવાનીની શૌર્યકથા રજૂ કરવાનો પ્રયાસ થયો છે જેને જાણીને તમે પણ પ્રસંશા કર્યા વિના નહિ રહી શકો.

ભારતીય જનતા પાર્ટીમાં એવા અનેક નેતાઓ છે જેમનું યોગદાન અવિસ્મરણીય છે. આ ઉપરાંત એવા પણ કેટલાય નેતાઓ છે જેમની સિદ્ધિઓ વિશે જેટલું જાણીએ તેટલું ઓછું પડે. આજે આવા જ ભાજપના એક નેતા કે જેમણે યુવાનીમાં 28 જાન્યુઆરી 1980ના રોજ દિલ્હી ખાતે યોજાયેલી NCC પરેડ માં ભાગ લીધો હતો અને 'ગવર્નન્સ મેડલ' પ્રાપ્ત કર્યો હતો.

વાત છે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ એવા મહેન્દ્રભાઈ પટેલ કે જેઓ (એમ એસ પટેલ) ના હુલામણા નામે જાણીતા બન્યા છે. મહેન્દ્રભાઈ પટેલ અગાઉ સુરતમાં કલેકટર તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ તેમણે સેવાઓ આપી છે અને ગુજરાત સરકાર દ્વારા તેમને સન્માન પણ પ્રાપ્ત થયેલું છે.

મહેન્દ્રભાઈ પટેલ મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથે તેમને યુવાનીના પ્રસંગોને યાદ કરતા જણાવે છે કે નાનપણથી જ તેઓ બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવતા હતા અભ્યાસ ઉપરાંત ખેલકૂદ અને એનસીસી સાથે તેઓ જોડાયેલા હતા. 1980માં 28 મી જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે યોજાયેલ NCC પરેડમાં તેમણે 20 વર્ષની ઉંમરમાં જ ગુજરાતના સિનિયર અન્ડર ઓફિસર તરીકે ભાગ લીધો હતો અને ગુજરાત યુનિવર્સીટીના તત્કાલીન કુલપતિ ઈશ્વરભાઈ પટેલના વરદ હસ્તે 'ગવર્નન્સ મેડલ' પ્રાપ્ત કર્યો હતો.

જોકે આ સંસ્મરણો ને વાગોળતી વખતે મહેન્દ્રભાઈના ચહેરા ઉપર એક પ્રકારનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો વધુમાં તેમણે જણાવ્યું કે 26 મી જાન્યુઆરી ૧૯૮૦ના રોજ રાષ્ટ્રપતિ ભવન થી લાલ કિલ્લા સુધી યોજાયેલ એનસીસી પરેડ રેલી માં પણ તેમણે ભાગ લીધો હતો.તેઓ જણાવે છે કે ધો.8 થી કોલેજ સુધી NCC ના જુનિયર કેડેટ તરીકે કામગીરી કરી હતી.આ ઉપરાંત કાશ્મીર ખાતે NCC બેઝીક લીડરશીપ કોર્સમાં ભાગ લીધો હતો.ઉપરાંત પેરેશૂટની ટ્રેનિંગ લઈ આગ્રા ખાતે IAF ના પ્લેન માંથી પાંચ જમ્પ લગાવી બેઝીક કોર્સ કરેલ.ખરેખર બાળપણ થી જ રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની મહત્વ કાંક્ષાએ તેમને અનેક સિદ્ધિઓ અપાવી છે જે તેમના જીવન માંથી ખરેખર પ્રેરણા લેવા જેવું છે.