આંખોના નંબર દૂર કરવા ઉપયોગી ઘરેલુ નુસખા
Mnf network : આંખના નંબર આવવાનું મુખ્ય કારણ હોય છે કે, જે લોકો વધારે પડતું ટીવી જુએ છે, મોબાઈલનો વધારે ઉપયોગ કરે છે અને પૂરતી ઊંઘ નથી લેતા તેથી આંખોને જે આરામ જોઈએ તે આરામ મળતો નથી અને જેના કારણે આંખો નબળી પડે છે અને નંબર આવે
બદામ ખાવાથી માત્ર આંખોની રોશની નહીં પરંતુ મગજ પણ તેજ બને છે. રોજ રાત્રે 9થી 10 જેટલી બદામને પાણીમાં પલાળીને સવારમાં ઉઠીને તરત જ બદામને છાલ ઉતારીને ખાવાથી ખૂબ જ ફાયદો મળે છે.
ત્રિફળાને રાત્રે પાણીમાં પલાળી અને સવારે તેનાથી આંખ ધોવાથી આંખો સ્વચ્છ બને છે અને ધીમે ધીમે નંબર પર દૂર થાય છે.
સરસવનું તેલ આંખોને સ્વચ્છ રાખવામાં અને આંખોની રોશની બચાવવા માટે ઘણુ ફાયદાકારક છે. રોજ રાત્રે સૂતા પહેલા પગના તળિયામાં સરસવના તેલથી માલિશ કરવામાં આવે તો આંખના નંબરની સમસ્યામાં ખૂબ જ ફાયદો મળી શકે છે.
ગાજરનો રસ પીવાથી કે, ગાજર ખાવાથી આંખો તેજ બને છે. કારણ કે ગાજરમાં વિટામિન A, B અને Cનું પ્રમાણ વધારે હોય છે.
ગ્રીન ટીમાં એન્ટિઓક્સિડન્ટ હોવાથી તે આંખોને રોશની માટે ફાયદાકારક રહે છે તેથી એક દિવસમાં બે અથવા ત્રણ કપ ગ્રીન ટી પીવાથી ફાયદો મળી શકે છે.
ગાયનું ઘી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જેથી ગાયના દૂધમાંથી બનાવવામાં આવેલા ઘીથી રોજ કાનની પાછળ માલિશ કરવામાં આવે તો તેનાથી પણ આખોના નંબર દૂર થાય છે અને આંખોની રોશની વધી શકે છે.
(નોંધ : આ સોશ્યલ મીડિયા ના માધ્યમથી મળેલ વિગતો છે..કોઈ પણ ઉપચાર કરતાં પહેલા એક્સપર્ટ ડોકટરની સલાહ લેવી અનિવાર્ય )