એલિયન્સ અસ્તિત્વમાં છે નાસા ના વડા નેલસને સ્વીકાર્યું

એલિયન્સ અસ્તિત્વમાં છે નાસા ના વડા નેલસને સ્વીકાર્યું

Mnf network: UAP પર રિપોર્ટ જાહેર કરતી વખતે નાસાના વડાએ વિશ્વભરના મીડિયાને કહ્યું કે, હાલમાં આ એવી વસ્તુઓ છે જે આકાશમાં ઉડતી અને દોડતી જોવા મળે છે. પરંતુ કોઈ તેમને સમજવા સક્ષમ નથી. ન તો કોઈ સમજાવવા સક્ષમ છે. હવે આવી સ્થિતિમાં તેઓ ક્યાંથી આવ્યા તે ખબર નથી.

 બિલ નેલ્સને કહ્યું કે, બ્રહ્માંડમાં ઘણા રહેવા યોગ્ય ગ્રહો દેખાય રહ્યા છે. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની મદદથી અમે આવા એક્સોપ્લેનેટની શોધ કરી રહ્યા છીએ. આ તો માત્ર શરૂઆત છે. એક દિવસ આપણે એવા ગ્રહોની શોધ કરીશું કે જેના પર જીવન હશે. તેના પુરાવા પણ મળશે.

બિલે કહ્યું કે, આ ગ્રહો મધ્યમ કદના ખડકાળ ગ્રહો હશે. તેમનો સૂર્ય પણ મધ્યમ કદનો અને સંપૂર્ણ અંતરે હશે. તે ગ્રહો પર કાર્બન હશે. તેમજ રહેવા યોગ્ય વાતાવરણ પણ હાજર રહેશે. 

 પરંતુ જ્યારે મેં મારા વૈજ્ઞાનિકોને પૂછ્યું કે ગાણિતિક અથવા વૈજ્ઞાનિક આધાર પર તેની સંભાવના શું છે. તો તેણે કહ્યું કે, જો લાખો અને કરોડો તારાઓની તપાસ થાય. જે લાખો અને કરોડો આકાશગંગાઓમાં છે. ત્યારે જવાબ મળશે કે, ઓછામાં ઓછા એક લાખ કરોડ ગ્રહો એવા હશે જ્યાં જીવનની શક્યતા હોઈ શકે. અથવા ત્યાં જીવન અસ્તિત્વ ધરાવે છે