ઈશરો નવા વર્ષે, એક્સ-રે પોલેરીમીટર સેટેલાઇટ લોન્ચ કરશે
Mnf network : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈશરો) બ્લેક હોલ જેવી અવકાશ ઘટનાઓને સમજવા માટે, તેનો પ્રથમ એક્સ-રે પોલેરીમીટર સેટેલાઇટ લોન્ચ કરશે. આ પહેલા ઓક્ટોબરમાં, ઈશરો એ ગગનયાનનું પરીક્ષણ વાહન ડી-1 મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.
ઈશરોના જણાવ્યા અનુસાર, "લોન્ચિંગ મિશન લોન્ચિંગ, લાઈવ નિહાળી શકાશે." ઈશરો કહે છે કે," તેનો ઉદ્દેશ આત્યંતિક પરિસ્થિતિઓમાં તેજસ્વી ખગોળશાસ્ત્રીય એક્સ-રે સ્ત્રોતોની વિવિધ ગતિશીલતાનો અભ્યાસ કરવાનો છે.
બ્લેક હોલ, ન્યુટ્રોન સ્ટાર્સ, એક્ટિવ ગેલેક્ટીક ન્યુક્લી, પલ્સર વિન્ડ નેબ્યુલા વગેરે જેવા વિવિધ ખગોળશાસ્ત્રીય સ્ત્રોતોની ઉત્સર્જન પદ્ધતિઓ જટિલ ભૌતિક પ્રક્રિયાઓમાંથી ઉદ્ભવે છે અને સમજવા માટે પડકારરૂપ છે."