ક્રિપ્ટોમાં થયો નવા અધ્યાયનો આરંભ

ક્રિપ્ટોમાં થયો નવા અધ્યાયનો આરંભ

Mnf network :  અમેરિકન સિક્યૉરિટી કમિશન (સેક) તરફથી બીટકૉઇનમાં સ્પોટ ઈટીએફ લૉન્ચ કરવાની મંજૂરી અપાઈ છે. છેક ૨૦૧૩થી અમેરિકા ખાતે આ પ્રકારનાં એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ્સ (ઈટીએફ) શરૂ કરવા અવારનવાર વિવિધ ફન્ડ હાઉસીસ તરફથી માગણી થઈ રહી હતી. સેકની સ્વીકૃતિ મળતાં બીટકૉઇન કે ક્રિપ્ટો સેગમેન્ટમાં મોટા પાયે સંસ્થાકીય ભંડોળ પ્રવાહિત થવાની ધારણા છે.

સેકના નિર્ણયના પગલે બીટકૉઇન ૪૭,૬૯૭ ડૉલરની ૨૧ માસની નવી ટૉપ બનાવી રનિંગમાં ૪૬,૭૮૦ રહ્યો છે. ઇથર ૧૦ ટકાની તેજીમાં ૨૬૪૮ ડૉલર વટાવી ૨૬૩૮ ડૉલરે હતો. કાર્ડેનો ૧૩ ટકા, રિપ્પલ પોણાછ ટકા, ડોજી કૉઇન સાડાછ ટકા, પોલકાડોટ ૧૫ ટકા, ચેઇનલિન્ક સાડાસાત ટકા, પોલીગોન ૯ ટકા, લાઇટકૉઇન સાડાછ ટકા, ઇથર ક્લાસિક ૩૪ ટકા, થીટા આઠ ટકા, રૉકેટપુલ ૧૮ ટકા ઉપર ચાલતા હતા. ક્રિપ્ટો સેગમેન્ટનું માર્કેટ કૅપ ૪.૬ ટકા વધીને રનિંગમાં ૧.૮૦ લાખ કરોડ ડૉલરે આવી ગયું છે.