ખતરાનો સંકેત ? કેમ બદલાઈ રહયો છે મહાસાગરના પાણીનો રંગ ?

ખતરાનો સંકેત ? કેમ બદલાઈ  રહયો છે મહાસાગરના પાણીનો રંગ ?

 Mnf networ Climate change : આપણે સામાન્ય રીતે જે પાણી પીએ છે તેનો કોઈ રંગ હોતો નથી, પરંતું મહાસાગર કે સમુદ્રનો રંગ લીલો જેવો હોય છે. જેનાથી જીવન ધબકતુ રહે છે. પરંતું ગત બે દાયકામાં પૃથ્વીના મહાસાગરનો રંગ બહુ જ બદલાી ગયો છે. આ બદલાવ પાછળ જળવાયુ પરિવર્તન જવાબદાર છે. આજના સમયમાં જળવાયુ પરિવર્તન આપણા ગ્રહના મહાસાગરોના 56 ટકાથી વધુ અસરને પ્રભાવિત કરે છે.

બ્રિટનના નેશનલ ઓશનોગ્રાફી સેન્ટર (National Oceanography Center) દ્વારા મહાસાગર, જળવાયુના વૈજ્ઞાનિક અને રિસર્ચર બીબી કૈલના માર્ગદર્શનમાં આ અભ્યાસ કરવામાં આવ્યો છે. આ સ્ટડીનો પહેલો રિપોર્ટ એવો છે કે, દુનિયાના અડધાથી વધુ મહાસાગરનો પાણીનો રંગ બદલાઈ રહ્યો છે. વોટર કલર ચેન્જનો જે રિપોર્ટ સામે આવ્યો છે, તેના દ્વારા હવે પર્યાવરણ પર મોટુ સંકટ મંડરાઈ રહ્યું છે.

જોકે, મહાસાગરોમાં શુ બદલાવ થઈ રહ્યો છે તે હજી સ્પષ્ટ થઈ શક્યુ નથી, તેના માટે માનવીય ગતિવિધિ અને જળવાયુ પરિવર્તન જવાબદાર છે. સેન્ટર ફોર ગ્લોબલ ચેન્જ સાયન્સના સહ-લેખક અને વરિષ્ઠ શોધકર્તા વૈજ્ઞાનિક સ્ટેફની ડટક્વિક્જે એક નિવેદનમાં કહ્યું કે, હુ વર્ષોથી સિમ્યુલેશન ચલાવી રહી છું. જે મને બતાવી રહ્યું છે કે મહાસાગરોનો રંગ બદલાઈ રહ્યો છે. હકીકતમાં આ બાબત ચોંકાવનારી નહિ, પરંતુ ભયાનક છે.