સુરતીઓ આનંદો ! SMC કમિશ્નર નો મોટો નિર્ણય : 31 જાન્યુઆરી સુધી આવાસના ફોર્મ જમા કરાવી શકાશે

સુરતીઓ આનંદો !  SMC કમિશ્નર નો મોટો નિર્ણય : 31 જાન્યુઆરી સુધી આવાસના ફોર્મ જમા કરાવી શકાશે

આવાસના ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી હતી.

ફોર્મ સ્વીકારવાની તારીખ લંબાવવાની રજૂઆતો અંગે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આંખ આડા કાન કર્યા હતા

છેવટે કમિશનર શાલીની અગ્રવાલ ને કરાઈ હતી રજૂઆત

કમિશનરે રજૂઆત સંદર્ભે ઝડપથી લીધો નિર્ણય અને 31 જાન્યુઆરી સુધી ફોર્મ સ્વીકારવાની તારીખ લંબાવી

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : સુરત મહાનગરપાલિકા દ્વારા 2339 આવાસ માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા જેમાં 58,000 જેટલા લોકોએ સો રૂપિયા ચૂકવીને ફોર્મ લીધા હતા જેમાંથી 22,000 જેટલા લોકોએ 15 જાન્યુઆરી સુધીમાં ફોર્મ જમા કરાવી દીધા હતા.

જોકે ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી હતી જેને લઇને માત્ર 22,000 લોકો જ ફોર્મ જમા કરાવી શક્યા હતા. ત્યારે હજુ પણ ઘણા બધા લોકો ફોર્મ જમા કરાવવાથી વંચિત રહ્યા હતા જેને લઈને આ અંગે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ને રજૂઆતો કરાઈ હતી.પરંતુ તેમણે રજૂઆતો પ્રત્યે આંખ આડા કાન કર્યા હતા.

છેવટે સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને શહેરના વિકાસ માટે અને લોકોના હિત માટે ત્વરિત નિર્ણયો લેવામાં સક્રિયતા દાખવનાર કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા તાત્કાલિક ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી લંબાવામાં આવી છે. જોકે આવાસ ના ફોર્મ હવે 31 જાન્યુઆરી સુધી સ્વીકારવામાં આવશે જેથી જે લોકો ફોર્મ જમા કરાવવાથી વંચિત રહ્યા છે તેઓ 31 જાન્યુઆરી સુધી ફોર્મ જમા કરાવી શકશે. અત્રે નોંધનીય છે કે હવે નવા ફોર્મ મળશે નહીં માત્ર જે લોકો ફોર્મ જમા કરાવવાથી વંચિત રહ્યા છે એ લોકો માટે જ 31 જાન્યુઆરી સુધી ફોર્મ જમા કરાવવાની તારીખ લંબાવાઈ છે...