પોતાના લગ્ન માટે છોકરી શોધતા-શોધતા બનાવી વેબસાઈટ, આજે કરોડોમાં કરે છે કમાણી

પોતાના લગ્ન માટે છોકરી શોધતા-શોધતા બનાવી વેબસાઈટ, આજે કરોડોમાં કરે છે કમાણી

 Mnf network:  કોઈ વ્યક્તિની અંદર કંઈક કરવાનો જુસ્સો હોય તો તે મોટામાં મોટી સફળતા મેળવી શકે છે. Shaadi.Comના ફાઉન્ડર અને શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજ અનુપમ મિત્તલ (Anupam Mittal)એ કંઈક આવું જ કરીને બતાવ્યું છે. આજે તેમના કારણે લાખો લોકોનું જીવન સરળ બની ગયું છે. અનુપમ મિત્તલ તેમની વેબસાઈટ Shaadi.com દ્વારા જોડીઓ બનાવવાનું કામ કરી રહ્યા છે.

જ્યારે અનુપમ મિત્તલ પોતાના લગ્ન માટે છોકરી શોધી રહ્યા હતા ત્યારે તેમને આ વેબસાઈટ બનાવવાનો વિચાર આવ્યો હતો. અનુપમ મિત્તલના આ વિચારે તેમને કરોડોની કિંમતની કંપનીના માલિક બનાવી દીધા છે. જોકે, અનુપમ મિત્તલ માટે Shaadi.Comને સફળ બનાવવું એટલું સરળ નહોતું.

નાનપણથી ભણવામાં હતા હોશિયાર

અનુપમ મિત્તલનો જન્મ 23 ડિસેમ્બર 1974ના રોજ મુંબઈના એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેઓ નાનપણથી જ ભણવામાં હોશિયાર હતા. તેઓ હંમેશા કંઈક નવું કરવા માંગતા હતા. 1994માં તેઓ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા.

અમેરિકાની કંપનીમાં 4 વર્ષ કામ કર્યું

અનુપમ મિત્તલે 1998માં કૉલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી વૉશિંગ્ટન ડીસીમાં એક બિઝનેસ ઈન્ટેલિજન્સ સૉફ્ટવેર ફર્મ માઇક્રોસ્ટ્રેટેજીમાં પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે આ કંપનીમાં ચાર વર્ષ કામ કર્યું. જ્યારે તેઓ અમેરિકાથી પરત આવ્યા ત્યારે તેમની માતાએ તેમને લગ્ન માટે ઘણી છોકરીઓના ફોટા બતાવ્યા. અનુપમ મિત્તલે જોયું કે ભારત કરતાં અમેરિકામાં લોકો ઈન્ટરનેટનો વધુ ઉપયોગ કરે છે, તેમને લાગ્યું કે આવનારા વર્ષોમાં ઈન્ટરનેટ દ્વારા ભારતમાં ઘણી નવી વસ્તુઓ થઈ શકે છે.

પરિવારે લગ્ન માટે કર્યું દબાણ

તેઓ લગ્ન માટે તૈયાર નહોતા. પરંતુ તેમના પરિવારના દબાણને કારણે તેમને એક એવી વેબસાઈટ બનાવવાનો વિચાર આવ્યો કે જેમાં લોકો સરળતાથી પોતાના માટે સારા જીવનસાથીને શોધી શકે. આ પછી તેમણે પોતાની પહેલી વેબસાઈટ Sagai.comના નામથી બનાવી, જેણે ઈન્ટરનેટ માર્કેટમાં હલચલ મચાવી દીધી.

લોકોની વચ્ચે બનાવ્યું સ્થાન

જ્યારે અનુપમ મિત્તલે પોતાની પહેલી વેબસાઈટ બનાવી ત્યારે તે એનઆરઆઈની વચ્ચે ખૂબ જ ફેમસ હતી. પરંતુ ભારતમાં લોકો તેનો વધુ ઉપયોગ કરતા ન હતા. પરંતુ ધીમે-ધીમે તેણે સામાન્ય લોકોની વચ્ચે પણ જગ્યા બનાવી લીધી. બાદમાં અનુપમ મિત્તલે તેનું નામ બદલીને Shaadi.com રાખી દીધું.

અનેક દેશમાં ફેમસ છે વેબસાઈટ

આજે પણ જ્યારે લગ્ન માટે છોકરો કે છોકરી શોધવાની વાત આવે છે ત્યારે પહેલું નામ આવે છે Shaadi.com. આ વેબસાઈટ માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ, કેનેડા, UAEમાં પણ ખૂબ પ્રખ્યાત છે. Shaadi.com વેબસાઈટ પર 3 મિલિયનથી વધુ મેચમેકિંગ કહાનીઓ રજિસ્ટર છે.

જાણો કેટલી છે નટવર્થ?

આ વેબસાઈટને ભારતની સૌથી મોટી અને એશિયાની અગ્રણી મેટ્રિમોનિયલ વેબસાઈટ માનવામાં આવે છે. જો અનુપમ મિત્તલની નેટવર્થની વાત કરીએ તો તે લગભગ 185 કરોડ રૂપિયા છે. આજે તેઓ Shaadi.com, makaan.com, mouj મોબાઈલ એપના માલિક છે. તેઓ પીપલ ગ્રુપના ફાઉન્ડર પણ છે.

..