Breaking: સંયુક્ત સચિવ પરિમલ શાહની હકાલપટ્ટી : સોનિયા ગાંધીની તબિયત લથડી

Breaking: સંયુક્ત સચિવ પરિમલ શાહની હકાલપટ્ટી : સોનિયા ગાંધીની તબિયત લથડી

મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ફરજ બજાવી રહેલા સંયુક્ત સચિવ પરિમલ શાહની આખરે હકાલપટ્ટી કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. પત્રિકા કાંડમાં નામ બહાર આવનારા જીમિત શાહ અને તેના પિતા મુકેશ શાહના નામ બહાર આવ્યા બાદ તપાસનો રેલો પૂરો થઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું હતું. જો કે, આ પત્રિકા મુખ્યમંત્રી કાર્યાલયમાં લાંબા સમયથી ફરજ બજાવતા સંયુક્ત સચિવ પરિમલ શાહના કાર્યાલયમાં જ આ પત્રિકા અંગેની સ્ક્રીપ્ટ ઘડાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત શનિવારે રાત્રે અચાનક બગડી હતી. હાલ તેમને નવી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોએ આપેલ જાણકારી અનુસાર, તેમને હળવા તાવના લક્ષણો છે. તેઓ ડોકટરની દેખરેખ હેઠળ છે અને તેમની તબિયત સારી છે. અગાઉ માર્ચમાં પણ સોનિયા ગાંધીને ખરાબ તબિયતના કારણે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નાઈજીરિયામાં એક મસ્જિદમાં નમાઝ અદા કરી રહેલા લોકો પર કેટલાક હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેના પરિણામે 7 લોકોના મોત થયા હતા. ઘટના અંગે સ્થાનિક પોલીસે જણાવ્યું કે શનિવારે ઉત્તર-પશ્ચિમ કડુના રાજ્યમાં સશસ્ત્ર લોકોની ટોળકી દ્વારા એક મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા સાત પૂજારી માર્યા ગયા હતા.