ઊંઝા : ....આખરે ધારાસભ્ય ડો.આશાબેન પટેલના પ્રયત્નોથી નગર પાલિકાના સફાઈ કર્મીઓની હળતાળનો અંત આવ્યો
મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઊંઝા નગરપાલિકામાં છેલ્લા 12 દિવસથી સફાઈ કામદારોની હડતાલ ચાલુ હતી. જેના પાછળનું કારણ એવું હતું કે નગરપાલિકા દ્વારા 22 સફાઈ કામદારોની ભરતી અંગેની જાહેરાત આપવામાં આવી હતી, જ્યારે જૂના રોજમદારોને નિમણૂક પત્ર નહીં મળતા મામલો ગૂંચવાયો હતો અને છેવટે રોજમદાર સફાઇ કર્મચારીઓ એ અચોક્કસ મુદ્દતની હડતાલ પાડી હતી. જેથી નગરપાલિકા દ્વારા બહારથી ખાનગી એજન્સીઓ પાસેથી સફાઈ કર્મચારીઓ લાવી અને સફાઇ કરવામાં આવી રહી હતી. ત્યારે ઊંઝાના સક્રિય ધારાસભ્ય ડો.આશાબેન પટેલે આ બાબતે રસ લઈ અને સફાઇ કર્મીઓ સાથે બેઠક કરી તેમના પ્રશ્નો સાંભળીને તેમને ન્યાય મળે તેની હૈયાધારણા આપતા બાર દિવસ બાદ હડતાલ સમેટાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝા નગર પાલિકાના રોજમદાર સફાઇ કર્મીઓને છેલ્લા ૧૨ દિવસથી હડતાલ ચાલુ હતી. જેમાં તેમની મુખ્ય માગણી હતી કે તેમને કાયમી નિમણૂક પત્રો આપવામાં આવે. જો કે બાર દિવસ ચાલેલી આ હડતાલ ધારાસભ્યની દરમિયાનગીરીથી સમેટાઇ ગઇ છે. ધારાસભ્ય ડો. આશાબેન પટેલે સફાઈ કામદારો સાથે એક બેઠક કરી હતી અને તેમના પ્રશ્નોને એમણે શાંતિથી સાંભળ્યા હતા. એટલું જ નહીં ધારાસભ્ય દ્વારા સફાઇ કામદારોને હૈયાધારણ આપવા માં આવી હતી કે જ્યાં સુધી તેમના પ્રશ્નોનું સમાધાન નહિ આવે ત્યાં સુધી 22 કામદારોની ભરતી સ્થગિત રાખવામાં આવશે. આમ ધારાસભ્યની દરમિયાનગીરીથી નગર પાલિકાના રોજમદાર સફાઇ કામદારોની હડતાલ સમેટાઈ ગઈ છે