ઊંઝા નગરપાલિકામાં બે બેઠકો સમરસ ? 25 થી વધુ સીટો મળવાની શક્યતા
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ઊંઝાને ઉત્તર ગુજરાતની રાજનીતિ નું કેન્દ્ર માનવામાં આવે છે. જોકે આ વખતે ઊંઝા નગરપાલિકા માં ભાજપે પ્રથમ વખત 36 બેઠકો ઉપર પોતાનું નસીબ અજમાવ્યું છે ત્યારે ભાજપને સૌથી મોટો જેકપોટ હાથ લાગ્યો છે. જેમાં બે સીટ પર ભાજપના ઉમેદવારો ચૂંટણી પૂર્વે જ બિનહરીફ જાહેર થયા.
ઊંઝામાં ભાજપનાં મહિલા સક્રિય અને સૌથી શિક્ષિત ધારાસભ્ય ડો. આશાબેન પટેલના નેતૃત્વમાં શહેરમાં અનેક વિકાસ કાર્યો થયા છે. જોકે ઊંઝા નગરી હવે ધીરે ધીરે બ્રિજ નગરી બની રહી છે. તો બીજી બાજુ ઊંઝાને ડો. આશાબેન પટેલ ના પ્રયત્નોથી સરકારી સાયન્સ કોલેજ પ્રાપ્ત થઇ છે. જોકે ડો. આશાબેન પટેલના નેતૃત્વમાં ભાજપે નગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમવાર ઝંપલાવ્યું છે ત્યારે નગર પાલિકા વોર્ડ નંબર 4 માં દક્ષાબેન અશ્વિનભાઈ પટેલ તથા હંસાબેન સુરેશભાઈ પટેલ આ બન્ને ઉમેદવાર બિનહરીફ થયા છે.
ઊંઝા શહેર કાર્યકારી પ્રમુખ હિતેશ પટેલ પણ એક હોશિયાર અને ગહન રાજકારણી સાબિત થયા છે. નગરપાલિકાની સીટોને લઈને ભાજપમાં કોઈ પણ જાતનો અસંતોષ ન ફેલાય તે માટે તેમણે ખૂબ જ હોંશિયાર પૂર્વક રાજકીય સંતુલન જાળવી રાખ્યું છે. જોકે હિતેશ પટેલ એ શરૂઆતથી જ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. ઉપરાંત ઊંઝાના નગરજનોમાં તેમનું એક અનેરૂ માન છે. છે ત્યારે હવે ઊંઝા નગરપાલિકા માં તેમના કાર્યકારી પ્રમુખના નેતૃત્વમાં ભાજપને મળી રહેલી આ સફળતા જોતા એવું લાગે છે કે આ વખતે પ્રથમવાર ઊંઝા નગર પાલિકા સંપૂર્ણ ભાજપ શાસિત બની નગરના વિકાસને ચાર ચાંદ લગાવશે.