સુરત : ગોપાલ સામે પાટીલ પાવર ફિક્કો પડ્યો : કમળને લાગ્યો ઝાડુનો ઝટકો, ભાજપ શહેર પ્રમુખનું મોટું નિવેદન
" કાર્યકરો ભાજપ છોડી રહ્યા છે તે અમારા ધ્યાનમાં આવ્યું છે અમે તેમના કારણો જાણીને નિરાકરણ લાવવા પ્રયાસ કરીશું." : નિરંઝન ઝાઝમેરા, પ્રમુખ સુરત શહેર
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : 2022ની વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસની મુશ્કેલી વધી રહી છે. ગુજરાતમાં AAP એન્ટ્રી થયા બાદ ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોને નુકશાન સહન કરવાનો વારો આવી શકે છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમીી પાર્ટીના 27 નગરસેવા કોનો વિજય થયા બાદ આ નગર સેવકો દ્વારા જે કામગીરી કરવામાંં આવી રહી છે તેની સુવાસ સમગ્ર્ર ગુજરાતમાં પ્રસરી છેે અને આમ આદમી પાર્ટીની કામગીરી થી પ્રભાવિત થઈને ભાજપમાં નારાજ કાર્યકરોો હવે ભાજપ છોડીનેે આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.
છેલ્લા બે દિવસમાં સુરતમાં ભારતીય જનતા પાર્ટીના 300 જેટલા સક્રિય કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે. સી.આર. પાટીલ ગુજરાત ભાજપના પ્રમુખ હોવા છતા તેમના ગઢના કાંગરા એકબાદ એક ખરવા લાગ્યા છે. AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટી સતત સારૂ પ્રદર્શન કરી રહી છે. ઇટાલિયાના નેતૃત્વમાં AAP પાટીલને તેમના જ ગઢમાં પડકાર ફેંકી રહી છે. ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં સુરતમાં જે રીતે પાર્ટી ગ્રાઉન્ડ પર જઈને કામગીરી કરી રહી છે તે જોઈને ભાજપના અનેક કાર્યકરો તેની સાથે જોડાઈ રહ્યા છે.
"અમારી સ્વચ્છ રાજનીતિથી પ્રભાવિત થઈને ભાજપના કાર્યકરો અમારી સાથે જોડાઈ રહ્યાં છે અને લાઈન જોડાવાની યથાવત છે. જેનું અમે સ્વાગત કરીએ છીએ." : AAP