ઊંઝા : પાલિકા પ્રમુખના રાજીનામા મુદ્દે ભાજપ શહેર પ્રમુખનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
ઊંઝા નગરપાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલે માત્ર ચાર માસના ટૂંકા ગાળામાં પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું
પાલિકા પ્રમુખના રાજીનામાં અંગે ઊંઝા ભાજપ શહેર પ્રમુખે આપ્યું મહત્વનું નિવેદન
દીક્ષિતભાઈ પટેલની પાલિકા પ્રમુખ તરીકે સારી કામગીરી હતી : ભાજપ શહેર પ્રમુખ
નગરપાલિકા પ્રમુખ ની કામગીરી સારી હતી તો રાજીનામુ શા માટે ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ઉત્તર ગુજરાતની એક માત્ર ઊંઝા નગર પાલિકાને ISO સર્ટિફાઇડ બનાવનાર સૌથી સક્રિય પાલિકા પ્રમુખ દીક્ષિત ભાઈ પટેલે માત્ર ચાર માસના ટૂંકા ગાળા માં જ પ્રમુખપદે થી રાજીનામું આપી દેતાં અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે.
દીક્ષિતભાઈ પટેલે રાજીનામું કેમ આપ્યું તે અંગે શહેર પ્રમુખ ને પૂછતા તેમને જણાવ્યું હતું કે, "મને પણ સૂત્રો દ્વારા માહિતી મળી છે કે પાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલે રાજીનામું આપ્યું છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે દીક્ષિતભાઈ પટેલની પાલિકા પ્રમુખ તરીકેની કામગીરી ખરેખર ખૂબ જ સારી હતી."
અત્રે નોંધનીય છે કે દીક્ષિતભાઈ પટેલે પોતાના ચાર માસના કાર્યકાળમાં શહેરના વિકાસ માટે 17 જેટલા મહત્વના નિર્ણયો લીધા હતા. જેને લઇને શહેરીજનોમાં પણ આનંદની લાગણી જોવા મળતી હતી પરંતુ એકાએક દીક્ષિતભાઈ પટેલે રાજીનામું આપી દેતા શહેરીજનોમાં નિરાશા નો માહોલ જોવા મળી રહ્યો છે તો આ મુદ્દે શહેરમાં અનેક તર્ક વીતર કો શરૂ થયા છે.