સુરત : કોરોના કાળમાં AAP એ જે કર્યું એ જાણી તમે જ કહેશો કે સાચા અર્થમાં AAP પ્રજાની સેવક છે, દિલ્હી મોડેલને સુરતમાં આ રીતે જીવંત કર્યું

સુરત : કોરોના કાળમાં AAP એ જે કર્યું એ જાણી તમે જ કહેશો કે સાચા અર્થમાં AAP પ્રજાની સેવક છે, દિલ્હી મોડેલને સુરતમાં આ રીતે જીવંત કર્યું

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત :  આમ આદમી પાર્ટીના સુરત મહાનગર પાલિકામાં અને સુરત જિલ્લામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓએ કાર્યકતાઓ અને સામાજિક સંસ્થાઓના સહયોગથી પોત પોતાના વોર્ડમાં ઓક્સિઝન સાથેની આઈસોલેશન વ્યવસ્થા ચાલુ કરી રહ્યા છે. 

આમ આદમી પાર્ટી ના જનપ્રતિનિધિ, કાર્યકર્તા અને સામાજિક સંસ્થાના સહયોગથી ચાલતા આ આઈસોલેશન સેન્ટર્સમાં દાતાઓના સહયોગથી ઓક્સિઝનની બોટલો,  દવા , જમવાનું, ડોકટરની વીઝીટ અને મનોરંજન માટે લાઈડસ્પીકર અને પ્રોજેક્ટર/ LED સ્ક્રીન ની સુવિધા પણ સામેલ છે.

સુરતની જનતાએ આમ આદમી પાર્ટી ઉપર જે વિશ્વાસ મુક્યો તે પરિપૂર્ણ કરવાની તમામ મહેનત આમ આદમી પાર્ટી દ્વારા થઈ રહી છે. વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભાઈ ભંડેરીએ ઓક્સિજન બોટલ,  કોમ્યુનીટી હોલ તથા જરૂરી દવા ની વ્યવસ્થા કરાવી આપેલ છે. ઉદ્યોગપતિ તથા સમાજસેવક મહેશભાઈ સવાણી દ્વારા આર્થિક યોગદાન આપવામાં આવી રહ્યું છે

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત ના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા તરફથી તમામ કોવિડ સેન્ટરમાં જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે

દરેક કોવિડ સેન્ટર ની અંદર એરીયા પ્રમાણે અલગ અલગ સામાજિક સંસ્થાઓ ના સેવાભાવી સભ્યો શારીરિક અને આર્થિક મદદ આપી રહી છે

આમ આદમી પાર્ટીના જનપ્રતિનિધિ દ્વારા નીચેના સ્થળ પર કોવિડ આઇસોલેશન વોર્ડ બનેલ છે.

1. કોમ્યુનિટી હોલ, ઉત્રાણ ગામ,
 તમામ જનપ્રતિનિધિ વોર્ડ ન. 2 તથા લાઈફ લાઇન ચેરીટેબલ ટ્રસ્ટ

2. કોમ્યુનિટી હોલ, નાના વરાછા ગામ
 તમામ જનપ્રતિનિધિ વોર્ડ ન. 3 તથા યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ

3. વલ્લભાચાર્ય કોમ્યુનિટી હોલ, હીરાબાગ.
  તમામ જનપ્રતિનિધિ વોર્ડ ન. 4 & 5 તથા મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ

4. સાગર કોમ્યુનિટી હોલ, લંબે હનુમાન રોડ.
  તમામ જનપ્રતિનિધિ વોર્ડ ન. 4 & 16 તથા કામધેનુ ગૌ શાળા ટ્રસ્ટ તથા અન્ય સામાજિક સંસ્થા

5. યોગીચોક કોમ્યુનિટી હોલ, યોગીચોક.
  તમામ જનપ્રતિનિધિ વોર્ડ ન. 16 & 17 તથા પ્રેરણા ગૌ શાળા ચેરીટેબલ ટ્રસ્ટ

6. સીંગણપોર કોમ્યુનિટી હોલ, કતારગામ
  તમામ જનપ્રતિનિધિ વોર્ડ ન. 7 & 8 તથા સેવક એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ, NYS તથા અન્ય સામાજિક સંસ્થા

7. CBS પબ્લિક સ્કુલ, નનસાડ, કામરેજ
જે.ડી.કથીરિયા
તાલુકા  અને વિરોધ પક્ષ ના નેતા કામરેજ તાલુકા પંચાયત,  કામરેજ