ગોપાલની ગર્જના : AAP નું ગેરંટી કાર્ડ .......તો સુરતમાં અંગ્રેજી માધ્યમની 50 સરકારી સ્કૂલો બનશે અને બસમાં મુસાફરી આ લોકોને ફ્રી મળશે

ગોપાલની ગર્જના : AAP નું ગેરંટી કાર્ડ .......તો સુરતમાં અંગ્રેજી માધ્યમની 50 સરકારી સ્કૂલો બનશે અને બસમાં મુસાફરી આ લોકોને ફ્રી મળશે

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત :  ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ થી ત્રસ્ત આવેલા મતદારો માટે હવે આમ આદમી પાર્ટી ત્રીજો વિકલ્પ ખૂબ જ સક્ષમ બની રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ના નેતૃત્વમાં અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં નગરપાલિકાઓમાં આમ આદમી નો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે ગઈકાલે સુરતમાં કતારગામ વેડ રોડ પર આમ આદમી પાર્ટીની એક જાહેર સભા યોજવામાં આવી હતી જેમાં દિલ્હી આમ આદમી પાર્ટીના રાજ્ય સભાના સભ્ય સંજય સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જો કે સુરતના ઉધના વિસ્તારમાં કે જ્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું કાર્યાલય આવેલું છે અને ભાજપ ગઢ માનવામાં આવે છે એવા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં કાર્યકરો સ્વયંભૂ ઊમટી પડયા હતા. જોકે આ રેલીને જોયા બાદ ભાજપ અને કોંગ્રેસ બંને ને મોટો ઝટકો લાગ્યો હોય એ સ્વાભાવિક પણે દેખાતું હતું. સુરતમાં કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં ફસાઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ ધીમે ધીમે વધી રહ્યું છે અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપને જોરદાર પછડાટ આપે તેવું ચર્ચાઈ રહ્યું છે.

વેડરોડ કતારગામ ખાતે યોજાયેલી આમ આદમી પાર્ટીની સભાને સંબોધતા પ્રદેશ ઉપાધ્યક્ષ ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું હતું કે જો આમ આદમી પાર્ટી નું શાસન મહાનગરપાલિકામાં આવશે તો લોકો પર જે વેરાના બોજ ખોટી રીતે લાદવામાં આવ્યા છે તે દુર કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પહેલી વખત આમ આદમી પાર્ટીએ ચૂંટણીને લઈને ગેરંટી આપવાનું કામ કર્યું છે ચૂંટણી એટલે વાયદા, વચન કે સંકલ્પપત્ર જેવી મોટી મોટી વાતો કરીને ભાગી જવાનું નહીં પરંતુ પરંતુ ચોક્કસ કામ કરવાની ગેરંટી. આમ આદમી પાર્ટી સપનાઓ નથી દેખાતી પરંતુ કામ કરવા માટે ની ગેરંટી આપતી પાર્ટી છે. ગોપાલ ઇટાલીયા એ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં ખુદ આરોગ્ય મંત્રી ઇન્જેક્શન શોધતા હતા આ છે ભાજપનો ૩૦ વર્ષનો વિકાસ.

આમ આદમી પાર્ટીનું ગેરંટી કાર્ડ.....

જો કોર્પોરેશનમાં AAP પાર્ટી નું શાસન આવશે તો પ્રથમ દિવસથી જ ઘરવેરો અડધો કરી નાખવામાં આવશે.

પાણી માટે પહેલા લોકો પરબ બંધાવતા હતા જ્યારે હવે સુરતમાં ભાજપ શાસિત નગરપાલિકાએ પાણી ના મીટર લગાવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ ગેરંટી આપી છે કે જો સત્તામાં આવશે તો પાણી વેરો નાબૂદ કરશે. 24 કલાક પીવાનું શુદ્ધ પાણી મળશે

સુરત સિટીમાં ફરતી તમામ બસોમાં બહેનો, વિકલાંગો અને વિદ્યાર્થીઓને મફત મુસાફરી 

સુરત કોર્પોરેશન સંચાલિત તમામ શાળાઓને દિલ્હી જેવી આધુનિક બનાવવાનું કામ કરાશે

સુરત શહેરમાં ૫૦ નવી અંગ્રેજી માધ્યમની શાળાઓ ખુલશે

આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો મહોલ્લાની અર્થાત ઘર સુધી આવે તેવા દવાખાનાઓ શરૂ કરશે અને તમામ પ્રકારના રિપોર્ટ મફત હશે.

આમ આદમી પાર્ટી ઈમાનદાર પાર્ટી છે વ્યવસાય વેરો નાબૂદ થશે.

 આમ આદમી પાર્ટીએ પોતાનું ગેરંટી કાર્ડ રજુ કર્યું હતું જેમાં લોકોની સુખાકારી માટેના અનેક વિકાસના કામો કરવાની સાથે સાથે સુરતની જનતા ઉપર જે ખોટા વેરા લાદવામાં આવ્યા છે અને મહાનગરપાલિકાના પૂર્વ શાસકો દ્વારા જે ખીચડી કૌભાંડ જેવા મોટા મોટા કૌભાંડ આચરવામાં આવ્યા હતા એવા કૌભાંડોનો પર્દાફાશ કરીને જનતાના વેરાની રકમના એક એક રૂપિયાનો લોકોની સુખાકારી સગવડો માટે સદુપયોગ કરવામાં આવશે એવી ગેરંટી આપી છે ત્યારે જોવુ એ રહ્યું કે મતદારો હવે ખીચડી કૌભાંડ, પતરા કૌભાંડ જેવા કૌભાંડ આચરનાર ભાજપને પસંદ કરશે કે પછી સ્વચ્છ અને ઈમાનદાર પાર્ટીની છબી ધરાવતી આમ આદમી પાર્ટીને પસંદ કરશે ?