Exclusive : નરેન્દ્ર મોદીની આ બે તસવીરો તમને હચમચાવી મૂકશે, જુઓ ક્લિક કરી

(નરેન્દ્ર મોદી : વર્તમાનના વિવેકાનંદ ) Exclusive : મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી સામે સૌથી મોટો પડકાર કયો હતો ?

Exclusive : નરેન્દ્ર મોદીની આ બે તસવીરો તમને હચમચાવી મૂકશે, જુઓ ક્લિક કરી
કચ્છમાં ભૂકંપગ્રસ્તોની મુલાકાત લઇ માહિતી મેળવતા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : ગુજરાતના રાજકીય આકાશમાં પોતાના નામનો પતંગ ચગાવવામાં સફળ રહેલા નરેન્દ્ર મોદી એ મુખ્યમંત્રી પદ સુધી પહોંચવા માટે અનેક રાજકીય દાવ પેચ લગાવવા પડ્યા હતા. ગુજરાતમાં 'મોદી ઉદય,ના ઇતિહાસને લઈને અનેક પુસ્તકો લખાયા છે. જોકે  26મી જાન્યુઆરી 2001 ના રોજ ગુજરાતના કચ્છમાં આવેલા ભૂકંપને લીધે કેશુભાઈ અને નરેન્દ્ર મોદીની કારકિર્દીમાં મોટો વળાંક આવ્યો હતો. જેમાં ભૂકંપના નવ મહિના બાદ છેવટે કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવી નરેન્દ્ર મોદીને ગુજરાતની મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી હતી. ભૂકંપને લીધે કચ્છમાં વિનાશ વેરાયો હતો ત્યારે હવે મુખ્યમંત્રી બન્યા બાદ કચ્છનું પુનઃસર્જન કરવું એ મોદી માટે સૌથી મોટો પડકાર હતો.

ભુકંપગ્રસ્તોની મુલાકાત લઇ માહિતી મેળવતા કાર્યકર નરેન્દ્ર મોદી
કચ્છનો ભૂકંપ ભારતની તાજેતરની સ્મૃતિનો સૌથી ભયાનક ભૂકંપ હતો, જેમાં 20 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા અને લગભગ દસ લાખ લોકો બેઘર બની ગયા હતા. આ ભૂકંપમાં ભૂજ સહિત કચ્છનાં કેટલાંય શહેરોમાં ભારે વિનાશ વેરાયો હતો. તો 8000થી વધુ ગામડાંમાં મોટા પાયે નકુસાન થયું હતું. એ વખતે એવું લાગ્યું હતું કે ભૂકંપની મારથી બહાર નીકળવામાં કચ્છને દાયકાઓ લાગી જશે. જોકે, કચ્છીમાડુઓની ધીરજ, સાહસને ભૂકંપ સહેજ પણ ધ્રુજાવી શક્યો ન હતો. કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્ર મોદીએ એક કાર્યકર બનીને રાહત કાર્ય કર્યું હતું કચ્છના અનેક વિસ્તારોમાં તેઓ ફર્યા હતા અને હવે કચ્છને પુનઃ બેઠું કરવા માટે શું કરી શકાય એ અંગે મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીના માનસપટલ પર નવસર્જનનો સંકલ્પ ધીમે ધીમે સાકાર થઈ રહ્યો હતો કચ્છને પુનઃ બેઠું કરવામાં નરેન્દ્ર મોદીએ પોતાની તમામ તાકાત કામે લગાવી દીધી હતી.

ભૂકંપના ત્રણ દિવસ બાદ ભાજપના મહાસચિવ તરીકે નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવ્યા ત્યારે આ તસવીર લેવામાં આવી હતી.  તેઓ ભુજના પાડેશ્વર ચોક પાસે આવેલા મહાકાલેશ્વર મંદિરેથી ગયા હતા અને ભૂકંપથી સંપૂર્ણપણે નાશ પામેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી.

કચ્છમાં નવા મૂડી રોકાણ આવે અને નવી કંપનીઓ આવે તે માટે મોદીજીએ કચ્છને ટેક્સ ફ્રી બનાવી દીધું હતું. એટલું જ નહીં પરંતુ કચ્છના ટુરીઝમને પ્રમોટ કરવા માટે અમિતાભ બચ્ચન ને ગુજરાતના એમ્બેસેડર બનાવ્યા હતા અને ' કચ્છ નહી દેખા, તો કુછ નહી દેખા' સ્લોગન અંતર્ગત કચ્છને ટૂંક સમયમાં એક નવી વિકાસની ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં નરેન્દ્ર મોદીને જબરદસ્ત સફળતા પ્રાપ્ત થઈ હતી. સુકા સુકાભઠ કચ્છને લીલુંછમ બનાવવા માટે પણ નરેન્દ્ર મોદીએ નર્મદા નું પાણી છેક કચ્છના છેવાડાના વિસ્તારમાં પહોંચાડીને પોતાની બુદ્ધિશક્તિ અને રાજકીય કુનેહ નો પરિચય આપી દીધો હતો. જો કે કચ્છ સાથે નરેન્દ્ર મોદીની વિકાસયાત્રાને લઈને ઘણું બધું લખાયું છે. પરંતુ ટૂંકમાં જો કહીએ તો ભગવાન વિશ્વકર્માની જેમ નરેન્દ્ર મોદીએ કચ્છનું નવસર્જન કરીને રણોત્સવ થકી કચ્છને માત્ર દેશ જ નહીં પણ વિશ્વ ફલક પર મૂકી દીધું.

(તમામ તસ્વીર સ્ત્રોત : google)