ઊંઝા : નગર પાલિકાની વેબ સાઈટ લોન્ચ કરાઈ

ઊંઝા : નગર પાલિકાની વેબ સાઈટ લોન્ચ કરાઈ

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઊંઝા શહેરના નાગરિકો તથા ગામના અને બહાર રહેતા લોકોને એક જ પ્લેટફોર્મ ઉપર તમામ સુવિધાઓ મળી રહે તે માટે વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલ (મિલન) ના હસ્તે વેબસાઈટનું લોન્ચિંગ કરાયું હતું.

વેબસાઈટના માધ્યમથી નાગરીકો પોતાની જરૂરિયાત મુજબ માહીતી મેળવી શકશે અને હરહમેશા  નગરપાલિકાની કાર્યપધ્ધતિથી અવગત રહેશે. ઊંઝા શહેરના નાગરિકો તથા દેશ વિદેશમાં રહેતા ઉઝાવાસીઓ માટે આ વેબસાઈટ દ્વારા લાભ થશે અને ઘરે બેઠાં તેમનાં કામો કરી શકશે.