31 ડિસેમ્બર પહેલાં રાજ્યભરમાંથી કરોડોનો દારૂ અને મુદ્દામાલ જપ્ત

31 ડિસેમ્બર પહેલાં રાજ્યભરમાંથી કરોડોનો દારૂ અને મુદ્દામાલ જપ્ત

અરવલ્લીમાં બોર્ડર પરથી 2.17 કરોડનો દારૂ અને મુદ્દામાલ જપ્ત

સુરતમાંથી 36 લાખથી વધુનો દારૂ અને મુદ્દામાલ જપ્ત કર્યો

રાજકોટ અને અમદાવાદમાં પોલીસનું સઘન ચેકિંગ

Mnf network: 31 ડિસેમ્બરને લઈ એક તરફ રાજ્યભરમાં પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. ત્યારે વિવિધ શહેરોમાં મોટી સંખ્યામાં દારૂનો જથ્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

જેમાં અરવલ્લીથી લઈ સુરત અને રાજકોટ સુધી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં કરોડો રૂપિયાના દારૂની હેરફેર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે.

આ વચ્ચે અરવલ્લીમાં જિલ્લાની 8 સરહદી સીમાઓ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં વિવિધ વિસ્તારોમાંથી દારૂના ચેકિંગ દરમિયાન મોટી સંખ્યામાં જથ્થો મળી આવ્યો છે. અરવલ્લીમાંરતનપુર ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. જેની સાથે જ જિલ્લામાં ડિસેમ્બરમાં 2.17 કરોડનો દારૂ અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ પોલીસ કડક કામગીરી ચાલતી રાખશે.

આ તરફ સુરતમાં 31 ડિસેમ્બર પહેલાં સુરત જિલ્લા એલસીબીનો સપાટો બોલાવ્યો છે. જેમાં કામરેજ ટોલનાકા પાસેથી સ્ટીલના બનાવટી બિલની આડમાં લઈ જવાતો મોટી માત્રામાં વિદેશી દારૂ ઝાડપયો છે. 

જ્યારે રાજકોટમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં સંતકબીર રોડ પરથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. કુલ 7 લાખ 80 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ મોટી સંખ્યામાં દારૂનો જથ્થો પોલીસ દ્વારા સીલ કરવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસે અજય સરવૈયા નામનો આરોપી ફરાર જાહેર કર્યો છે. તેની સાથે જ ફરાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.