સુરત : જાહેર સ્થળોએ ગુજરાતીમાં લખવા ફરમાન : શહેરમાં 30 કરોડના ખર્ચે નવી કલેકટર કચેરી બનશે : મનપાનો નવો વિકાસ રેકર્ડ

સુરત : જાહેર સ્થળોએ ગુજરાતીમાં લખવા ફરમાન : શહેરમાં 30 કરોડના ખર્ચે નવી કલેકટર કચેરી બનશે : મનપાનો નવો વિકાસ રેકર્ડ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : તમામ સરકારી કચેરી - જાહેર બગીચા , બેંક , હોટલ - રેસ્ટોરંટ , બેંક સહીતના જાહેર સ્થળોએ સરકારી મિલકત કે ખાનગી માલિકીના જાહેર ઉપયોગના સ્થળોએ લખવામાં આવતા નામ , સુચના કે માહિતી અંગ્રેજી કે હિન્દી ભાષામાં હોય તો એની સમકક્ષ ગુજરાતી ભાષામાં પણ લખવું પડશે  એવું ફરમાન મનપાએ જાહેર કર્યું છે.આ સૂચના ખાનગી માલિકી ધરાવતા થિયેટર , શોપિંગ મોલ , બગીચા , બેંક , હોટલ - રેસ્ટોરન્ટને પણ લાગુ પડશે. સુરત મહાપાલિકા દ્વારા ગુજરાત રાજ્યની રાજભાષા ગુજરાતીના પ્રચાર પ્રસાર અને ઉપયોગમાં વધારો કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે . મહાપાલિકા દ્વારા આપવામાં આવેલી એક સમાચાર યાદી મુજબ શહેર હદ વિસ્તારમાં આવતી તમામ સરકારી કચેરી , પરિસર અને જાહેર સ્થળોએ જ્યાં જ્યાં નામ , સુચના કે માહિતી સહિતની વિગતો લખવાની હોય ત્યાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવાનો રહેશે એમ જણાવવામાં આવ્યું છે .

સુરતમાં રૂપિયા 30 કરોડના ખર્ચે 14 માળ ઊંચી નવી કલેક્ટર કચેરી બનાવાશે.

અડાજણ મામલતદાર પ્રાંત ઓફિસ , સબ રજિસ્ટ્રાર અને સિટી સરવેની ઓફિસ ૧૨ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરાશે.

મહેસૂલ મંત્રી હર્ષ સંઘવી અને કલેક્ટર આયુષ ઓકના પ્રયાસે નવી કલેક્ટર કચેરીનું સપનું સાકાર થયું.

સુરતઃ રાજ્યના સૌથી સમૃદ્ધ ગણાતા શહેર સુરતમાં હવે રાજ્યની સૌથી મોટી કલેક્ટર કચેરીનું નિર્માણ થવા જઈ રહ્યું. નવી કલેક્ટર કચેરીની ખાસિયતો 14 માળની સરકારી ઈમારતમાં બે બેઝમેન્ટ પાર્કિંગ બનાવાશે. એક જ છત નીચે મહેસૂલની તમામ કચેરીઓને આવરી લેવાશે. આધુનિક કોન્ફરન્સ રૂમ સહિતની સુવિધાઓ રહેશે . કેન્ટિન , કાફે એરિયાની સુવિધા પણ આપવામાં આવશે. એક્ઝાન્સન માટે 4 ટાવર બની શકે તેવી વ્યવસ્થા છે . ભવિષ્યમાં બનનારા ટાવર એકબીજા સાથે કનેક્ટ રહે તે રીતે ડિઝાઈન કરાશે. 2 લાખ લિટર વરસાદી પાણીનું સ્ટોરેજ કરવાની ક્ષમતા હશે. 30 ટકા વિજળી સોલાર સિસ્ટમથી મેળવવામાં આવશે.

સુરત મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત એક કલાકમાં 1045 કરોડનાં ટેન્ડર મંજર

સૌથી વધુ લોક સુવિધાનાં 675 , બાદમાં વિકાસ પ્રોજેક્ટના 280 કરોડ , આરોગ્યના 28 કરોડ અને અન્ય 63 કરોડનાં કામોને મંજૂરી અપાઈ