ખળભળાટ / ઊંઝા ધારાસભ્યએ પાલિકાના વિકાસ કાર્યમાં કથિત ભ્રષ્ટાચાર મુદ્દે આપ્યું મહત્વનું નિવેદન, જાણો શુ કહ્યું ?
હું ડિટેલમાં ઉતર્યો નથી : ધારાસભ્ય,ઊંઝા
મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઊંઝામાં ફૂલકું વ્હેળા ના ફેઝ-2 ના નવનીતમ આરસીસી સંરક્ષણ દિવાલ તેમજ તળિયું નાખવાના કામમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને ઊંઝા નગરપાલિકા વિવાદોમાં આવી છે. નગરપાલિકાના કારોબારી ચેરમેન પ્રિતેશ પટેલ દ્વારા મીડિયામાં વિવાદાસ્પદ નિવેદનો આપતા અનેક તર્ક શરૂ થયા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ કથિત ભ્રષ્ટાચારને છાવરવા માટેના પ્રયાસો થઈ રહ્યા હોય એવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે.
ઊંઝા મા વર્ષોથી ભાજપનું શાસન છે. ઊંઝા નગરપાલિકામાં પણ ભાજપનું શાસન છે. ત્યારે ભાજપ શાસિત ઊંઝા નગરપાલિકામાં કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને સમાચારો પ્રસિદ્ધ થતા ક્યાંક ને ક્યાંક ભાજપની ઈમેજ ખરડાઈ રહી હોય એવું લાગી રહ્યું છે.આ બાબતે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા ઊંઝા ના ધારાસભ્ય કિરીટકુમાર કેશવલાલ પટેલનો સંપર્ક કરતા તેમણે પાલિકા કથિત ભ્રષ્ટાચાર યુક્ત કામગીરી અંગે ધારાસભ્યએ મહત્વનું નિવેદન આપ્યું હતું.
આ અંગે ઊંઝાના ધારાસભ્ય કે કે પટેલે જણાવ્યું હતું કે, " નગરપાલિકાની ક્વોલિટી કંટ્રોલ એજન્સી આ કામનું ધ્યાન રાખતી હોય છે. હું તેમાં ડિટેલમાં ઉતર્યો નથી. પાલિકાની કોલેટી કંટ્રોલ એજન્સી આ અંગે રિપોર્ટ આપશે અને ચીફ ઓફિસર સહિતના લોકો આ અંગે ધ્યાન રાખી રહ્યા છે." આમ ધારાસભ્ય આપેલું નિવેદન ક્યાંક ને ક્યાંક પોતાના વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ કાર્યોમાં થઈ રહેલા ભ્રષ્ટાચારને નજર અંદાજ કરવાનો હોય તેવું ચર્ચા રહ્યું છે .ત્યારે સ્વચ્છ છબી અને પ્રામાણિકતાની છાપ ધરાવનાર ધારાસભ્ય કે કે પટેલ આ અંગે યોગ્ય તપાસ કરાવડાવે અને ભ્રષ્ટાચારને લઈને ખરડાતી ભાજપની ઈમેજને બચાવે એવો સૂર ઉઠ્યો છે.