દાહોદ : ટ્રેનમાં આગ લાગતાં નાસભાગ મચી, જાણો સમગ્ર ઘટના
દાહોદ-આણંદ મેમુ ટ્રેન 09350 બપોરના સમયે જેકોટ રેલવે સ્ટેશને ઊભેલી હતી.
ટ્રેનોના બીજે છેડે લગાવેલા એન્જિનમાં આગ લાગી હતી .
ફર્સ્ટ ક્લાસના કોચમાં પણ આગની જ્વાળાઓ પહોંચી જતાં અચાનક જ ધુમાડો નીકળવા લાગ્યો હતો, જેથી ટેન રોકી દેવાઈ હતી.
મો.ન્યુ.ફો.નેટવર્ક : દાહોદના જેકોટ રેલવે સ્ટેશન પર મેમુ ટ્રેનનો કોચ ભડભડ સળગી ઊઠ્યો હતો. ટ્રેનના એન્જિનમાં આગ લાગી હતી. એ બાદ થોડીવારમાં જ ફર્સ્ટ ક્લાસ કોચ અગન જ્વાળાઓની ઝપેટમાં આવી ગયો હતો. ટ્રેનમાં આગ લાગતાં જ કોચમાં સવાર મુસાફરોમાં નાસભાગ મચી હતી, જોકે આગ વિકરાળ બને એ પહેલાં જ મુસાફરો બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી. મેમુ ટ્રેનની પાછળ જોડેલા એન્જિનની પાસેના ફર્સ્ટ ક્લાસ કોચમાં ધુમાડો જણાતાં મુસાફરો ઊતરી ગયા હતા. ત્યાર બાદ કોચ ભડ ભડ સળગવા લાગ્યો હતો, જેથી તાત્કાલિક દાહોદની ફાયરબ્રિગેડ પહોંચી જઈ આગને કાબૂમાં લઈ લીધી હતી.