સુરત પોલીસનો ' તેરા તુજકો અર્પણ ' કાર્યક્રમ યોજાયો : 16 લાખનો મુદ્દામાલ પરત કરાયો

“ સુરત શહેર ઝોન -૪ વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં પરત મેળવેલ કિંમતી મુદ્દામાલ “ તેરા તુજકો અર્પણ " કાર્યક્રમ અંતર્ગત ફરીયાદી / ભોગ બનનારને પરત સોપતી સુરત શહેર પોલીસ "

સુરત પોલીસનો ' તેરા તુજકો અર્પણ ' કાર્યક્રમ યોજાયો : 16 લાખનો મુદ્દામાલ પરત કરાયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : સુરત પોલીસ દ્વારા આજરોજ ઝોન -૪ કાર્યક્ષેત્રના અઠવા , ઉમરા , વેસુ , ખટોદરા , અલથાણ તથા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં થયેલ ચોરી,લૂંટ, ચિલઝડપ નો ભોગ બનનારાઓને મુદ્દામાલ પરત કરવા  “ તેરા તુજકો અર્પણ “ કાર્યક્રમ યોજાયો હતો.

 માનનીય પોલીસ કમિશ્નર સાહેબશ્રી , સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નરશ્રી , ઝોન- ૪ , સુરત શહેર નાઓની અધ્યક્ષતામાં ઝોન -૪ કાર્યક્ષેત્રના અઠવા , ઉમરા , વેસુ , ખટોદરા , અલથાણ તથા પાંડેસરા પોલીસ સ્ટેશનના ગુનાઓ કામે ચોરી, લુંટ / ચીલઝડપ થયેલ કિંમતી મુદ્દામાલ ફરીયાદી / ભોગ બનનારને પરત સોપવા અંગે વેસુ પોલીસ સ્ટેશન ખાતે આજરોજ કલાક- ૧૭/૦૦ વાગ્યે “ તેરા તુજકો અર્પણ “ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ .

જેમાં અત્રેના ઝોન -૪ વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનના કુલ્લે- ૦૯ ગુનાઓ કામે પરત મેળવેલ સોના ચાંદીના દાગીના / સિક્કાઓ નંગ -૩૩ કિ.રૂ. ૭,૩૦,૦૧૦ / - તથા રોકડા રૂપિયા ૯,૦૬,૦૦૦ / - મળી કુલ્લે કિ.રૂ. ૧૬,૩૬,૦૧૦ / - નો કિમતી મુદ્દામાલ ફરીયાદીશ્રીઓ / ભોગબનનાર નાઓને પરત સોપવામાં આવેલ છે . તેમજ વેસુ , ઉમરા અને પાંડેસરા પોલીસ સ્ટેશન તરફથી ગુમ થયેલ કુલ્લે- ૨૭ મોબાઇલો શોધી કાઢી અરજદારોને પરત સોપવામાં આવેલ છે .