લવ બોમ્બિંગ શું છે ? જાણી લેજો હકીકત નહિ તો પસ્તાવાનો વારો આવશે
MNF NEWS NETWORK: આજકાલ ખુબ ચાલી રહ્યો છે લવ બૉમ્પિંગનો ટ્રેન્ડ.આ શબ્દમાં લવ એટલે કે પ્રેમ જરૂર જોડાયેલો છે, પરંતુ તેનો અર્થ પ્રેમ કે પ્રેમ સાથે તેને કોઈ લેવા દેવા નથી.લવ બૉમ્બિંગ શબ્દનો અર્થ છે કે મીઠી- મીઠી વાતોમાં ફોસલાવીને પ્રેમની જાળમાં ફસાવવું અને પછી કામ પતી જવા પર વિશ્વાસઘાત કરીને નિકળી જવું.
હાલના સમયમાં આ પ્રકારની વધુ ઘટનાઓ જોવા મળી રહી છે. આ ઘટનામાં કોઈ વ્યક્તિ પહેલાં આપની પાસે આવે છે અને પછી આપને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરે છે.એક સમય બાદ આપ તેનાથી વધુ નજીક આવી જાવ છો, ત્યારે એવું લાગે છે કે દુનિયામાં તે વ્યક્તિ આપનાથી વધારે કોઈની દરકાર કરતો નથી.લવ બૉમ્બિંગ જેવા જિંદગીને બરબાદ કરનારા આ ખેલમાં પહેલાં અસત્યના પાયા પર વચનો આપવામાં આવે છે, પરંતુ તેની હકિકત અલગ જ નીકળે છે.