ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે ' પોપારાજ ' : આરોગ્ય મંત્રીના હોમટાઉન માં જ મહિલાએ જીવ ગુમાવ્યો !

ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે ' પોપારાજ ' : આરોગ્ય મંત્રીના હોમટાઉન માં જ મહિલાએ જીવ ગુમાવ્યો !

ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે ' પોપારાજ '

રાજ્યમાં ડેન્ગ્યુ, મેલેરિયા નો ઉપદ્રવ વધ્યો

આરોગ્ય તંત્ર ઘોર નિંદ્રામાં

પ્રજાના ટેકસ માંથી પગાર મેળવતા આરોગ્ય મંત્રીની નબળી કામગીરી થી લોકોમાં આક્રોશ

આરોગ્યમંત્રી ના હોમ ટાઉન માં જ લાલિયાવાડી

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાતમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આરોગ્યની સ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે. સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે આરોગ્ય ક્ષેત્રે ગુજરાત નંબર વન હોવાનો દાવો કરનાર ગુજરાત સરકારના આરોગ્ય મંત્રીના હોમ ટાઉન માં આરોગ્ય લક્ષી સગવડના અભાવે એક મહિલાએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર વિસનગર તાલુકાના ગોઠવા ગામના ડહીબેન નારણભાઈ શિવાભાઈ ચૌધરી ઉ.વ.61 ને ખેતરમાં કામ કરતી વખતે સાપે ડંખ માર્યો હતો. જેને લઇ ખેતરમાં કામ કરતા અન્ય લોકો દ્વારા તાત્કાલિક ડહીબેન ને વિસનગર સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં ડોક્ટરે સંપદર્શ ના ઝેરની અસર ઘટાડવા માટેનું ઇન્જેક્શન ઉપલબ્ધ ન હોવાથી તેમને તાત્કાલિક વડનગર હોસ્પિટલ ખસેડવાની સલાહ આપી હતી. પરંતુ તાત્કાલિક સારવારના અભાવે છેવટે ડહીબેન નું મૃત્યુ નિપજ્યું હતું.