બીલીમોરા : ઉત્તર ગુજરાત પાટીદાર સમાજના પ્રમુખ પદે કલ્પનાબેન પટેલની વરણી કરાઈ

બીલીમોરા ખાતે ઉત્તર ગુજરાત પાટીદાર સમાજનો 34 મો વાર્ષિકોત્સવ યોજાયો

બીલીમોરા : ઉત્તર ગુજરાત પાટીદાર સમાજના પ્રમુખ પદે કલ્પનાબેન પટેલની વરણી કરાઈ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, બીલીમોરા : બીલીમોરામાં ઉત્તર ગુજરાત પાટીદાર મિત્ર મંડળમાં પ્રથમ મહિલા પ્રમુખ બની  કલ્પનાબેન પટેલે તેમની સમગ્ર ટીમ   બહેનોની બનાવી મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

   બીલીમોરામાં ઘણાં વર્ષોથી કામધંધા કે નોકરી અર્થે ઉત્તર ગુજરાતનાં પાટીદારો આવીને વસ્યાં છે. મહેનત અને એકતામાં  માનનારા પાટીદારો આજે સમગ્ર દુનિયામાં અનોખું સ્થાન ધરાવે છે. તારીખ 19/2/23 નાં રોજ બીલીમોરા પાટીદાર પરિવારોનો 34 મો સ્નેહ મિલન સમારોહ બીલીમોરા કોલેજ કેમ્પસ ખાતે યોજાયો.આ

સમારોહમાં સવારથીજ બધાંજ પાટીદાર પરિવારો ભેગાં થતાં અસ્સલ ઉત્તર ગુજરાતી માહોલ બન્યો હતો. સવારે ક્રિકેટનો કાર્યક્રમ ખૂબ જોશ સાથે પૂરો થયો. બપોર પછી કાર્યક્રમની શરૂઆત સુંદર પ્રાર્થનાનાં સ્વરમાં થઇ. ત્યાર પછી ગત વર્ષનો અહેવાલ અને પ્રમુખ સાથેની સમગ્રટીમ નું સન્માન થયું .

આગામી વર્ષ માટે  પ્રમુખ તરીકે શ્રીમતી  કલ્પનાબેન પટેલ સાથેની ટીમમાં પ્રમુખ સાથે ઉપપ્રમુખ ,મંત્રી,સહમંત્રી ,ખજાનચી સહખજાનચી સહિત સમગ્ર ટીમ  મહિલાઓએ ખૂબ ઉત્સાહથી સ્થાન લઇ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. શૈક્ષણિક ઇનામો આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં. પરિવારનાં બાળકો દ્વારા સુંદર કૃતિઓ રજૂ થઇ. પ્રકૃતિ પ્રેમી પાટીદારોએ દરેક દાતાઓનું સન્માન ગુલાબ છોડ આપીને કર્યું. આગામી વર્ષે અનેક નવા પ્રોગ્રામ કરવાનું મહિલા ટીમે જાહેર કર્યું.ગુજરાત માં પાટીદાર સમાજ માં સૌ પ્રથમવાર પાટીદાર મિત્ર મંડળ માં મહિલા પ્રમુખ બનવાનું  સૌભાગ્ય પૂર્વ કોર્પોરેટર કલ્પનાબેન પટેલ ને મળ્યું છે સાથે પૂરી ટીમ મહિલા ની બનાવી એ ગુજરાત માં પ્રથમવાર બન્યું છે