Exclusive : PM મોદીની સભામાં ખુરશીઓ રહી ખાલી : ભાજપનું વધ્યું ટેંશન
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લિખા) : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોર શોર થી ચાલી રહ્યો છે. રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે સભાઓ ઉપરાંત જાતજાતના નુસખાઓ અજમાવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદારોને આકર્ષવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ધોરાજીમાં યોજાયેલી મોદીની સભામાં ખુરશીઓ ખાલી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગુજરાત ભાજપના નેતાઓના ટેન્શનમાં વધારો થયો છે.
એક લાખ લોકો એકત્ર કરવાના આયોજનનો ફિયાસ્કો
મોદીની આ સભા ધોરાજી, ગોંડલ, જેતપુર, કૂતિયાણા, પોરબંદર એમ પાંચ વિધાનસભાને આવરી લઇને યોજાઇ હતી. આ પાંચેય વિસ્તારના ભાજપના ઉમેદવારો પણ મોદીની સભામા હાજર રહ્યા હતા. તેમ છતા અગાઉ મોદીની સભામામાં પાછળના ભાગમાં ખુરશીઓ ખાલી રહી હતી જોકે એક લાખ લોકોને એકત્ર કરવાનું આયોજન હતું પરંતુ ખાલી ખુરશીઓ ને લઈને ભાજપના નેતાઓની ઊંઘ જરૂર હરામ થઈ શકે છે.
મોદી ના ભાષણમાં પહેલા જેવી આક્રમકતા રહી નથી
પીએમ મોદી આ વખતે બોલે છે ત્યારે પણ એ આક્રમકતા અને વાસ્તવિકતા નથી દેખાતી. એમના વ્યક્તવ્યમાં હવે પહેલા જેવી સહજતા અને સરળતાની ઉણપ પણ વર્તાતી હતી. આ સભા જોઇને ઘણાને મોદીમાં મોદી ન હોય તેવુ લાગ્યુ હતુ.
ખાલી ખુરશીઓએ ભાજપની ચિંતા વધારી !
પાંચ વિધાનસભાના ઉમેદવારો માટે યોજાયેલી વડાપ્રધાન મોદીની જાહેર સભામાં ખુરશીઓ ખાલી રહેલા ખળભળાટ મચ્યો હતો. આમ તો મોટાભાગના પીએમ મોદીના કાર્યક્રમોમાં જનમેદની જોવા મળતી હોય છે, જોકે રાજકોટના ધોરાજીમાં યોજાયેલી સભામાં સેંકડો ખુરશીઓ ખાલી રહેલા આશ્ચર્ય ફેલાયું હતું. વડાપ્રધાન મોદીનું રાજકોટ હોમગ્રાઉડ મનાય છે, ત્યારે ખુરશીઓ ખાલી રહેલા તેના પડઘા આગામી સમયમાં પણ જોવા મળી શકે છે.