વડોદરાના યુવકે બનાવ્યું અનોખું NFC સ્માર્ટ QR કોડ્સ, મેડિકલ ઇમરજન્સીથી લઇને અનેકવિધ રીતે કરી શકાશે યુઝ

વડોદરાના યુવકે બનાવ્યું અનોખું NFC સ્માર્ટ QR કોડ્સ, મેડિકલ ઇમરજન્સીથી લઇને અનેકવિધ રીતે કરી શકાશે યુઝ

Mnf network:  વડોદરાના અર્જૂન શર્મા નામના યુવકે આત્મ નિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અને ડિજીટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના કન્સેપ્ટને ચરિતાર્થ કરતું એક અનોખું ઉપરકરણ બનાવ્યું છે. અર્જૂન શર્માએ જે ડિવાઇસ બનાવ્યું છે, તેને હોલકાર્ડ ઓઝો (WhoICard Ozo) નામ આપવામાં આવ્યું છે. આ ડિવાઇસની ખાસિયત એ છેકે તેને ચલાવવા માટે કોઇ ચાર્જિંગ કે બેટરીની જરૂર નથી.

તેને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છેકે, કોઇપણ પ્રકારના ખર્ચ વગર NFC અને QR કોડ્સનો ઉપયોગ કરી શકાય છે. તેમજ ઓઝોને કોઇપણ નાની-મોટી જગ્યાએ ઇન્સ્ટોલ કરી શકાય છે. જેમ કે નાના બિઝનેસ એરિયા, હોટલ, રેસ્ટોરાં, કાફે અને અન્ય સ્થળો પર. આ ડિવાઇસને પ્રિમીયમ લાકડામાંથી બનાવવામાં આવ્યું છે અને કોડ્સ પણ વોટરપ્રૂફ પણ છે.

28 વર્ષીય અર્જૂન શર્મા વડોદરાનો એક આંત્રોપિનિયોર છે. જેણે NFC સ્માર્ટ કાર્ડ બનાવવા માટે WhoICard નામનું તેમનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. જેમાં વપરાશકર્તાની તમામ વિગતો હોય છે. 

 NFC(નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન) ટેક્નોલોજી એક વાયરલેસ ફીચર છે. જે વાઇફાઈ અને બ્લૂટૂથની જેમ કામ કરે છે. તેનો ગમે ત્યાં સરળતાંથી ઉપયોગ કરી શકાય છે. આ ડિવાઇસને 4 સેન્ટિમિટરના અંતરમાં વાપરી શકાતું હોવાથી તેને વધારે સુરક્ષિત માનવામાં આવે છે. NFC એક એડવાન્સ ચિપ ચે, જે એન્ડ્રોઇડ અને આઇફોનમાં આપવામાં આવે છે.

અર્જૂન શર્માએ જણાવ્યું છેકે, NFC મોબાઈલ એનર્જીથી કસ્ટમાઇઝ ડિવાઇસને એક્ટિવેટ કરવા સક્ષમ છે અને માત્ર QR કોડ પર ટેપ કરીને તારીખ શરે કરી શકાય છે. આ ડિવાઇસને પ્રીમિયમ વૂડન મટેરિયલમાંથી બનાવવામમાં આવ્યું છે અને તેને તમે ટેબલ કે દિવાલ પર ફીટ કરી શકો છો. ઓઝો ડિવાઇસનો ઉપયોગ વાઇફાઇ કનેક્ટિવિટી, ગુગલ રિવ્યૂ, પેમેન્ટ, ડોનેશન, ડિજીટલ મેનુ, ઓનલાઇન ઓર્ડર, સોશિયલ મીડિયા ફોલો, ડાઇરેક્ટ કોન્ટેક્ટ સેવ માટે કરી શકાય છે. અત્યારસુધીમાં 500 જેટલા લોકોએ આ ડિવાઇસ માટે ઓર્ડર આપ્યો છે.

 અર્જૂનનો ઉદેશ્ય ઓછામાં ઓછા પેપરનો ઉપયોગ થાય તેવી ડિવાઇસ બનાવવાનો છે અને એવી પ્રોડક્ટ બનાવવાનો કે જેનો એકવાર ઉપયોગ કર્યા પછી ભવિષ્યમાં ડિટેઇલ ચેન્જ કરવા માટે પણ યૂઝર્સે ક્યૂઆર કોડને રિપ્રિન્ટ કરવાની જરૂર રહેશે નહીં. અર્જૂને જણાવ્યું છેકે, એક્સ્પ્રેસ કોન્ટેક્ટ્સ ફીચર યુઝર્સને એવી સુવિધા પૂરી પાડે છેકે, કોડને સ્કેન કરતાજ સોશિયલ મીડિયા પ્રોફાઇલ સહિતની તમામ ડિટેઇલ ઓટોમેટિકલી કોન્ટેક્ટ્સમાં સેવ થઇ જાય છે.

જેને NFC થકી શેર કરી શકાય છે. જે વિઝિટીંગ કાર્ડ ભૂલી જવાની કે ખોવાઈ જવાની સમસ્યામાંથી મુક્તિ અપાવે છે. તેમજ પેપર બચાવી શકાય છે. અમારું ડાયનેમિક ક્યૂઆર કોડ યુઝર્સને એવી ફેસેલિટી આપે છેકે એકવાર તેને બનાવો અને પછી આજીવન તેને રિપ્રિન્ટ કરવાની જરૂર રહેતી નથી.

અર્જૂને એક એવી પર્સનલાઇઝ ઇમરજન્સી કિ ચેઇન ડિઝાઇન કરી છે, જેમાં તમામ મેડિકલ ઇન્ફોર્મેશન હશે, ઉપરાંત તેના કોન્ટેક્ટ નંબર અને પરિવારના સભ્યોના નંબર પણ હશે. અર્જૂને જણાવ્યું કે, હાલના સમયમાં તમામ મોબાઇલ ફોન પાસવર્ડ પ્રોટેક્ટેડ છે. માર્ગ અકસ્માત જેવી કોઇ ઇમરજન્સી આવી જાય ત્યારે તેને અનલોક કરવામાં મુશ્કેલી ઉભી થાય છે, તેમના પરિવારના સભ્યોનો સંપર્ક કરવામાં મુશ્કેલી થઇ જાય છે.

આ કાર્ડમાં તમામ પ્રકારની મેડિકલ ઇન્ફોર્મેશન હોય છે. જેમાં યુઝર્સના રોગનો ઇતિહાસ અને બ્લડગ્રૂપ સહિતની વિગતો પણ હોય છે. એ સમયે ઉપસ્થિત અને મદદ કરવા આવેલી વ્યક્તિએ માત્ર ક્યૂઆર કોડને સ્કેન કરવાની જરૂર રહેશે અને તમામ વિગતો તેમને મળી જશે, જેથી એ વ્યક્તિનો જીવ બચાવી શકાય.