ઊંઝા તાલુકાનું ગૌરવ : નાની ઉંમરમાં મોટી જવાબદારી, વિશ્વ ગુજરાતી સમાજમાં મળ્યું સ્થાન

ઊંઝા તાલુકાનું ગૌરવ : નાની ઉંમરમાં મોટી જવાબદારી, વિશ્વ ગુજરાતી સમાજમાં મળ્યું સ્થાન

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગના મહેસાણા જિલ્લા કન્વીનર તરીકે ધવલભાઈ પટેલ અને કો કન્વીનર તરીકે દતેશકુમાર પટેલની વરણી કરાતા ઊંઝા તાલુકામાં આનંદની લાગણી વ્યાપી છે.ઊંઝા તાલુકાના અમૂઢ ગામના વતની ધવલભાઇ પટેલને વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ મહેસાણા જિલ્લા કો-કન્વીનરની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ તેમની સંગઠન અને સંકલન ની સારી કામગીરીને કારણે તેમની મહેસાણા જિલ્લા કન્વીનર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.

જ્યારે ઊંઝા તાલુકાના દત્તેેેશભાઈ પટેલને વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ના મહેસાણા જિલ્લાના કો કન્વીનર તરીકે  નિયુક્ત કરાતા તેઓએ વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી કે પટેલ , કન્વીનર વિશ્વ ગુજરાતી સમાજ યુથવિંગ પોરસ ભાઈ પટેલ અને કો-કન્વીનર આકાશભાઈ પટેલ નો આભાર વ્યક્ત કર્યો છે. અત્રે નોંધનીય છે કે દત્તેશભાઈ પટેલ ઊંઝાના સક્રિય અને શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ વિજેતા ડો.આશાબેન પટેલના મદદનીશ તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે.તેમની કાર્યદક્ષતા ખૂબ જ પ્રશંસનીય રહી છે. તો બીજી બાજુ ધવલભાઇ પટેલ ભાજપ સોશિયલ મીડિયાની જવાબદારી પણ સંભાળે છે.બંને યુવાનો ખૂબ જ ઉત્સાહી અને સમાજલક્ષી પ્રવૃત્તિઓમાં સતત સક્રિય રહે છે.તેમની વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગના વિવિધ હોદ્દા પર નિયુક્તિ થતાં સમગ્ર ઊંઝા તાલુકા માં આનંદની લાગણી છવાઈ છે.