ગોપાલ ઇટાલિયાનો ગણપતિ દાદાને પત્ર : શિક્ષણ મંત્રી 5 વર્ષ, શિક્ષણ સચિવ 60 વર્ષ અને શિક્ષક માત્ર 11 મહિનાના કરાર પર કેમ ?

ગોપાલ ઇટાલિયાનો ગણપતિ દાદાને પત્ર : શિક્ષણ મંત્રી 5 વર્ષ, શિક્ષણ સચિવ 60 વર્ષ અને શિક્ષક માત્ર 11 મહિનાના કરાર પર કેમ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ભુપેન્દ્ર સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજના લાગુ કરાઈ છે જેને લઇ ચોમેર થી વિરોધ શરૂ થયો છે. ચાણક્યના સૂત્ર 'શિક્ષક કભી સાધારણ નહીં હોતા ' ની ભૂપેન્દ્ર સરકાર દ્વારા ઠેકડી ઉડાડવામાં આવી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા દ્વારા એક પત્ર લખી ભુપેન્દ્ર સરકારને બુદ્ધિ આપવા માટે ગણપતિ દાદા ને પ્રાર્થના કરવામાં આવી છે.

ગોપાલ ઇટાલિયા નો પત્ર ......

વિષય : જ્ઞાન સહાયકનાં નામે ગુજરાતમાં થઇ રહેલ શિક્ષણની બરબાદીને રોકવા બાબત આદરણીય ગણપતિ બાપા, દર વર્ષની જેમ આ વર્ષે પણ તમે પધાર્યા છો ત્યારે તમારૂ ખુબ ખુબ સ્વાગત છે. આમ તો દર વર્ષે ગુજરાત આવો ત્યારે લોકોની સમસ્યા તમારી નજરે જોતા જ હશો એટલે અમારી પીડાથી તમે અજાણ તો નહિ જ હોવ, છતાંય મારી રજૂઆત નીચે પ્રમાણે છે.

ગુજરાતમાં આ વખતે ભ્રષ્ટ જનતા પાર્ટીની સાવ અભણ અંગુઠાછાપ સરકાર ચૂંટાઈને આવી છે. ગાંધીનગર સચિવાલયમાં રહેલા તમામ ઉચ્ચ અધિકારીઓને ખબર પડી ગઈ છે કે, સરકારમાં લગભગ મંત્રીઓ અભણ, અબુધ અને ગમારછાપ છે. આથી સચિવાલયમાં બધા ઉચ્ચ અધિકારીઓ અભણ મંત્રીઓની અબુધતાનો ધમધોકાર ફાયદો ઉઠાવી રહ્યા છે.

હાલમાં વિદ્યાર્થીઓ પાસેથી જાણવા મળ્યા મુજબ વિનોદ રાવ નામના શિક્ષણ વિભાગના સચિવે શિક્ષણમંત્રીની અબુધતા અને ગમારપણાનો ફાયદો ઉઠાવીને “જ્ઞાન સહાયક” નામની એક યોજના શિક્ષણમંત્રી પાસે મંજુર કરાવી લીધી છે. આ “જ્ઞાન સહાયક” યોજના પ્રમાણે એક ભણેલ ગણેલ યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકને સરકાર માત્ર ૧૧ મહિનાના કરાર આધારે શિક્ષક બનાવામાં આવશે.

ગણપતિ બાપા હવે તમે જ વિચારો કે, શિક્ષણમંત્રી પોતે પાંચ વર્ષ માટે છે, શિક્ષણ સચિવ પોતે ૬૦ વર્ષ સુધી નોકરી કરશે તો પછી આ શિક્ષકની નોકરી માત્ર ૧૧ મહિના પુરતી કેમ?? જ્ઞાન સહાયકનાં નામે માત્ર ૧૧ મહિનાની શિક્ષકની નોકરીનાં કારણે ગુજરાતની શાળાને, વિદ્યાર્થીને અને શિક્ષકને ખુબ જ મોટું નુકશાન થશે. ટૂંકમાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા બરબાદ થશે અને શિક્ષણ બરબાદ તો સમાજમાં મોટી મોટી સમસ્યાઓ આવશે.

બાપા તમે તો વિદ્યહર્તા, દુઃખહર્તા અને સુખકર્તા છો. અમારી આટલી રજૂઆત સાંભળો અને આ ૧૧ મહિનાના જ્ઞાન સહાયકનાં બદલે ગુજરાતને કાયમી શિક્ષક મળે એવા આશિર્વાદ આપો.