ઊંઝા : APMC માં ક્યાં મંત્રીની દખલગીરી ? નારણ પટેલ જૂથ કેમ ગેલમાં ?

ઊંઝા : APMC માં ક્યાં મંત્રીની દખલગીરી ? નારણ પટેલ જૂથ કેમ ગેલમાં ?

તત્કાલીન ચેરમેન દિનેશ પટેલના જૂથને સાઈડ લાઈન કરવામાં ગુજરાત સરકારના કયા મંત્રીએ ભજવી શકુની ની ભૂમિકા ?

APMC માં વહીવટદાર આવતા નારણ પટેલ નું જૂથ આવી ગયું ગેલમાં ?

ધારાસભ્યના હવાતીયા... સમર્થકો નિરાશ

...તો ધારાસભ્યના એક નજીકના એપીએમસીના એક હોદ્દેદારના ચેરમેન બનવાના અરમાન અધૂરા રહી જશે ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ગુજરાત ભાજપમાં હવે દિવસે દિવસે આંતરિક ડખાઓ વધી રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર ગણાતા ઊંઝા એપીએમસીમાં પણ હવે સત્તા માટે અંદરખાને ભારે ખેંચતાણ શરૂ થઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા એપીએમસી એશિયાની સૌથી મોટી એપીએમસી છે. જ્યાં આવનાર સમયમાં ચૂંટણી યોજવાની છે. હાલમાં ઊંઝા એપીએમસી માં વહીવટદાર ની નિમણૂક કરવામાં આવી છે. 

જોકે તત્કાલીન એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલના નેતૃત્વ વાળી બોડીને હટાવવા માટે ગુજરાત સરકારના એક નિષ્ક્રિય અને પોતાના ખાતાની જવાબદારીમાં સંપૂર્ણપણે નિષ્ફળ નીકળેલ મંત્રીએ શકુની ની ભૂમિકા ભજવી હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે.

બીજી બાજુ ઊંઝા એપીએમસી માં હાલમાં વહીવટદાર આવતા પૂર્વ મંત્રી અને એપીએમસી માં ચેરમેન રહી ચૂકેલ નારણ પટેલ નું જૂથ ગેલમાં આવી ગયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે બીજી બાજુ એપીએમસી ને લઈને ધારાસભ્યના મનમાં પણ ' લડડું ફૂટ્યો '  હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક તેમનો પાનો ટૂંકો પડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં યોજાનારી APMC ની ચૂંટણીમાં કોણ બાજી મારશે એ આવનાર સમયે જ બતાવશે.