Exclusive/ કોણ બનશે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ ? ઉત્તર ગુજરાતના કયા નેતાનું નામ છે ચર્ચામાં ?

Exclusive/ કોણ બનશે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ ? ઉત્તર ગુજરાતના કયા નેતાનું નામ છે ચર્ચામાં ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેનો સી.આર. પાટીલ નો કાર્યકાળ પૂર્ણ થતા તેમણે આ પદ છોડવા માટે ટોચની નેતાગીરીને જણાવ્યું હતું અને નવા પ્રમુખની વરણી કરવા માટે અનુરોધ કર્યો હતો ત્યારે હાલમાં ગુજરાત ભાજપના નવા પ્રદેશ સંગઠન માળખાની ગતિવિધિઓ તેજ બની છે અને પ્રદેશ પ્રમુખ તરીકે જુદા જુદા નામો ચર્ચામાં રહ્યા છે. જોકે પાટીલ બાદ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈને કાર્યકરોમાં અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે.

( તસ્વીર માં મહેસાણાના વતની એવા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક દ્રશ્યમાન થાય છે)

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામોને લઈને ચાલતા તર્કમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ઉત્તર ગુજરાતમાંથી પણ કદાચ પ્રદેશ પ્રમુખની જવાબદારી કોઈ નેતા ને મળી શકે છે. તો બીજી બાજુ આ વખતે પ્રદેશ પ્રમુખ ઓબીસી સમાજના હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે ઉત્તર ગુજરાતમાંથી વર્તમાન રાજ્યસભા ના સાંસદ મયંક નાયક (મહેસાણા) નું નામ ભારે ચર્ચામાં છે. મયંક નાયક એ રાજ્ય સભાના સાંસદ ઉપરાંત ગુજરાત રાજ્ય ઓબીસી મોરચાના પ્રમુખ છે. હાલમાં તેઓ ગાંધીનગરના પ્રભારીની જવાબદારી સંભાળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે એક સાંસદ તરીકે તેઓ સૌથી સક્રિય છે. મહેસાણા ભાજપમાં અનેક જવાબદારીઓ સંભાળી એક પાયાના કાર્યકર તરીકે તેમણે પ્રશંસનીયા કામગીરી કરી છે અને પ્રધાનમંત્રીની ગુડબુકમાં તેમનું નામ હોવાનું મનાય છે.