Exclusive: ભાજપના નેતાઓની શુભેચ્છા જાહેરાતોમાં મોદી, શાહ, સી.એમ અને સી.આર ગાયબ ! વ્યક્તિગત પ્રસિદ્ધિ ના અભરખા ?
શિસ્ત બદ્ધ ગણાતી ભાજપા માં હવે સ્થાનિક નેતાઓને પોતાનું કદ વધારવાના અભરખા જાગ્યા !
દિવાળી શુભેચ્છા ના બેનરો માં પણ મોદી, શાહ, નડ્ડા, સી.એમ અને સી.આર. ની અવગણના
ગુજરાત પ્રભારી અને જિલ્લા પ્રમુખ ના ઉડાઉ જવાબો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના & દિખા સો લિખા ) : હાલમાં દિપાવલી પર્વ ચાલી રહ્યું છે ત્યારે ભાજપ શાસતિ નગરપાલિકાઓ ના હોદ્દેદારો તેમજ ધારાસભ્યો ઉપરાંત ભાજપ શાસિત વિવિધ સંસ્થાઓના વિવિધ હોદ્દેદારોની દીપાવલી પર્વને લઈને શુભેચ્છા વ્યક્ત કરતી જાહેરાતો કેટલાક માધ્યમોમાં તેમજ જાહેર સ્થળોએ પણ જોવા મળી હતી જેમાં એક વસ્તુ ઉડીને આંખે વળગી હતી કે મોટા ભાગની ભાજપના નેતાઓની જાહેરાતોમાં શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીના નેતાઓની મનમાની જોવા મળી હતી.
સામાન્ય રીતે ભાજપના નેતાઓ દ્વારા જ્યારે વિવિધ માધ્યમોમાં કે કોઈપણ પ્રકારના જાહેર સ્થળો પર શુભેચ્છા વ્યક્ત કરતી જાહેરાતો મૂકવામાં આવે છે ત્યારે એમાં ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ તેમજ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ ના ફોટાઓ મૂકવામાં આવતા હોય છે પરંતુ આ વખતે જોવા મળેલી કેટલીક જાહેરાતોમાં ભાજપના વિવિધ નેતાઓએ માત્ર અને માત્ર પોતાના વ્યક્તિગત ફોટાઓ જ મૂકવાનું મુનાસિબ માન્યું હોય એવું જોવા મળ્યું હતું.
જોકે તાજેતરમાં ભાજપ શાસિત ઊંઝા નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલા દિવાળીના શુભેચ્છા ના બેનરોમાં પણ આ જ સ્થિતિ જોવા મળી હતી જેને લઇને મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોર તેમજ ગુજરાતના પ્રદેશ પ્રભારી રત્નાકરજીને પૂછતા તેમને જણાવ્યું હતું કે એવું કંઈ જરૂરી હોતું નથી. જોકે આ નેતાઓએ આપેલા ગોળ ગોળ જવાબો એ ક્યાંક ને ક્યાંક તેમની મોવડી મંડળ સામેની નારાજગી હોય તો પણ એ લોકો જ જાણે ! પણ સામાન્ય રીતે શિસ્ત બદ્ધ ગણાતી ભાજપમાં હવે ક્યાંક ને ક્યાંક નેતાઓ પોતાનું કદ વધારવા માંગતા હોય તેવું આ શુભેચ્છા જાહેરાત બેનરો પરથી એક અંદાજ લગાવવામાં આવે તો અતિશયોક્તિ ભર્યું નથી !