સુરત : SMC સંચાલિત બોટિંગમાં લાલિયા વાડી બહાર આવી : મેયરે સ્થળ તપાસ કરવાનું ટાળ્યું !

સુરત : SMC સંચાલિત બોટિંગમાં લાલિયા વાડી બહાર આવી : મેયરે સ્થળ તપાસ કરવાનું ટાળ્યું !

વડોદરામાં બનેલા બોટિંગ કાંડમાં 17 જીંદગીઓ હોમાયા બાદ સુરતમાં પણ બહાર આવી લાલિયા વાડી

સુરત SMC સંચાલિત ગાર્ડનોમાં ચાલતી બોટીંગમાં બહાર આવેલ લાલિયા વાડી

મેયર દ્વારા સ્થળ તપાસ કરવાને બદલે એસી ઓફિસમાં બેસીને માહિતી એકત્ર કરાઈ

ત્રણેય ગાર્ડનમાં બોટ ચલાવતી રાજહંસ હોસ્પિટાલિટી  પ્રા.લિ. અને એ.આર.કન્સ્ટ્રક્શન એજન્સીઓને નોટિસ ફટકારી તાત્કાલિક બોટ બંધ કરી દેવા માટે આદેશ.

સુરતમાં મેયર જગદીશ પટેલ ના કાર્યકાળમાં બન્યો હતો તક્ષશિલા કાંડ જેમાં 22 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

મેયરો શહેરના પ્રથમ નાગરિક હોઇ શહેરમાં ચાલતી ગતિવિધિઓ ઉપર નજર રાખવાને બદલે એ.સી. ઓફિસમાં બેસીને માત્ર વહીવટ કરે છે અને કાર્યક્રમમાં ઉદ્ઘાટન કરવા સિવાય કોઈ જ કામ કરતા નથી.

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : વડોદરામાં હરણી તળાવમાં 17 માસુમ જિંદગીઓએ બોટિંગમાં પોતાનો જીવ ગુમાવ્યા પછી પણ ગુજરાતમાં હજુ અનેક ઠેકાણે વિવિધ લેક માં ચાલતી બોટીંગ માં લાલીયાવાડી ચાલી રહી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.ત્યારે તાજેતરમાં સુરતમાં પણ ત્રણ જેટલા લેક ગાર્ડનોમાં બોટિંગમાં લાલિયાવાડી ચાલતી હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા જ્યારે સુરતના મેયર ને સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત લેક ગાર્ડનો માં ચાલતા વોટીંગ વિશેની માહિતી વિશે પૂછવામાં આવી ત્યારે મેયરે એવું જણાવ્યું હતું કે મેં તમામ જગ્યાએ ચાલતા બોટિંગોનો રિપોર્ટ મંગાવ્યો છે .ત્યારે વધુમાં મોર્નિંગ ફોકસ દ્વારા જ્યારે મેયરને સ્થળ તપાસ માટે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે હા હા કરીને જવાબ આપ્યો હતો પરંતુ મેયરે પોતાની એસી ઓફિસ છોડીને રૂબરૂ સ્થળ તપાસ કરવાનું ટાળ્યું હતું.

અત્રે નોંધનીય છે કે સત્તાધીશો માત્ર અને માત્ર પોતાની એસી ચેમ્બરમાં બેસીને દેખાડા અને વાહ વાહી લુંટવા કામ કરી રહ્યા હોય છે ત્યારે સ્થળ પર કેવા પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી હોય તેનો સાચો અંદાજ આવતો નથી. જોકે વડોદરા ની દુઃખદ ઘટના પછી પણ સુરતના મેયર એ સ્થળ પર જઈને રૂબરૂ તપાસ કરવાનું ટાળ્યું એ બાબત દર્શાવે છે કે મહાનગરપાલિકાના સત્તાધીશ એવા મેયર આમ જનતાની સુરક્ષા ને લઈને કેટલા બેદરકાર હોઈ શકે છે !