ઊંઝાના ધારાસભ્ય સામે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કેમ વ્યક્ત કરી હતી નારાજગી ? જાણો કારણ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસી માં ચૂંટણી દરમિયાન ભાજપે કદાચ 'એક વ્યક્તિ અને એક હોદ્દો ' ની થિયરી અપનાવી મેન્ડેડ આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ધારાસભ્ય પોતાની સત્તા લાલસા ને સંતોષવા માટે એપીએમસીની ચૂંટણીમાં ઝંપલાવતા ક્યાંક ને ક્યાંક ભાજપની મુશ્કેલીઓ વધી હતી અને છેવટે ઊંઝા એપીએમસી ને સમરસ બનાવવામાં ભાજપ નિષ્ફળ રહ્યું હતું ત્યારે ધારાસભ્યની આ સત્તા લાલસા ની સામે પ્રદેશની નેતાગીરીમાં પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
તો બીજી બાજુ ગુજરાત પ્રદેશ ભાજપ ના અધ્યક્ષ સી આર પાટીલે પણ થોડાક સમય પહેલા ઊંઝા ના ધારાસભ્ય ની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી. વાત એમ છે કે થોડાક સમય અગાઉ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ઊંઝા વિધાનસભા નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે ઊંઝામાં જેમણે ભાજપનો પાયો નાખ્યો હતો એવા નારાયણભાઈ પટેલ ઉર્ફે 'કાકા' ની આમંત્રણ પત્રિકામાં ધરાહાર અવગણના કરી હતી.
આ સમગ્ર મુદ્દાની જાણ પ્રદેશ અધ્યક્ષને થઈ ત્યારે તેમણે ઊંઝાના ધારાસભ્યની આ કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને ધારાસભ્યનો ઉઘડો લીધો હોવાનું પણ જાણવા મળે છે. જોકે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ધારાસભ્ય ની સામે પ્રગટ કરેલી નારાજગી ની ચર્ચાઓ કાર્યકરોમાં પણ છૂપી રીતે શરૂ થઈ હતી. આમ ધારાસભ્ય પોતાની જાતને પ્રામાણિક સાબિત કરવા જાય છે પરંતુ સત્તા લાલસા માટે તેમની આસપાસ ઈતરડી ની જેમ ચોંટી રહેલા તેમના જ સલાહકારો તેમને વારંવાર વિવાદમાં લાવે છે.