ઉંઝા નગર નો મામલો પહોંચ્યો છેક PMO સુધી : જાણો સમગ્ર ઘટના
ઉંઝા બિસ્માર સ્ટેટ હાઇવે નો મામલો પહોંચ્યો છેક PMO સુધી
ઊંઝા માંથી પસાર થતા બિસ્માર સ્ટેટ હાઇવે બાબતે PMO INDIA, CMO GUJARAT અને NARENDRA MODI ને કરાયુ ટ્વીટ
છેલ્લા બે વર્ષથી સ્ટેટ હાઇવે છે બિસ્માર હાલતમાં
પૂર્વ કોર્પોરેટર તેમજ પાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા ભાવેશ પટેલે કર્યું ટ્વીટ
ભાવેશ પટેલ રહી ચૂક્યા છે ઊંઝા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ
ભાવેશ પટેલના ટ્વીટ થી તંત્ર અને ધારાસભ્યની કામગીરી સામે ઉઠ્યા સવાલ
ભાવેશ પટેલે અગાઉ ઊંઝા સરકારી હોસ્પિટલના સંદર્ભમાં પણ પત્ર દ્વારા આરોગ્ય મંત્રીને કરી હતી રજૂઆત
થોડા દિવસ પહેલા સુણક ગામમાં વિકસિત ભારત યાત્રા દરમ્યાન પણ ધારાસભ્ય ની કામગીરી સામે ઉઠ્યા હતા સવાલ
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના & દિખા સો લિખા) : ઊંઝા નગરમાં અને વિધાનસભા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યાઓ ઉદભવી રહી છે. પરંતુ લોકોએ જેમને ખોબલે ખોબલે વોટ આપીને જન પ્રતિનિધિ બનાવ્યા છે એવા ધારાસભ્ય પોતાના વિસ્તારની આ સમસ્યાઓ સામે આંખ આડા કાન કરીને માત્ર અને માત્ર સત્તાના સોગઠા ગોઠવવા માટે વ્યસ્ત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ત્યારે છેવટે નગરની ગંભીર સમસ્યાઓને લઈને જાગૃત નાગરિક એવા પૂર્વ કોર્પોરેટર તેમજ પાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા ભાવેશ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી તેમજ પીએમઓ ઇન્ડિયા અને સીએમઓ ગુજરાતને એક તસવીર ટ્વિટ કરીને લખ્યું છે કે,
ગુજરાત મોડલની આ તસવીર દર્દનાક છે,
મહેસાણા ઊંઝામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પર છેલ્લા બે વર્ષથી ખાડાવાળા રોડથી સ્થાનિક લોકો ભારે પરેશાન છે, સ્થાનિક આગેવાનો અને તંત્ર બંનેની નિષ્ક્રિયતાનો બોજ પ્રજાના માથે આવી રહ્યો છે. રોડ બનાવો.
અત્રે નોંધનીય છે કે અમદાવાદ પાલનપુર સ્ટેટ હાઇવે ઊંઝા નગર માંથી પસાર થાય છે જ્યાં બ્રિજ નીચેનો રોડ ખૂબ જ ખરાબ હાલતમાં છે અનેકવાર ખરાબ રોડને કારણે નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ પણ અહીં બનતી રહી છે. આબિસ્માર રોડને લઈને અનેક વાર મીડિયામાં અહેવાલો પ્રગટ થવા છતાં પણ R & B વિભાગ માત્ર અને માત્ર તમાશો જ જોઈ રહ્યું છે. આ બાબતે રજૂઆત કરવા ની જવાબદારી જેના શિરે છે એવા જન પ્રતિનિધિ પણ માત્ર અને માત્ર તમાશો જોઈ રહ્યા હોવાનું ચર્ચા રહ્યું છે.ત્યારે ક્યાંક ને ક્યાંક ખોબલે ખોબલે વોટ આપનાર આ વિસ્તારની જનતાને હવે ભારે પસ્તાવો થઈ રહ્યા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે.