Big Breaking/ચુંટણી થશે કે સમરસ ? ઊંઝા એપીએમસી ભવનની બહાર વેપારીઓ અને ખેડૂતોના ટોળેટોળા ઉમટયા : જુઓ તસવીર

Big Breaking/ચુંટણી થશે કે સમરસ ? ઊંઝા એપીએમસી ભવનની બહાર વેપારીઓ અને ખેડૂતોના ટોળેટોળા ઉમટયા : જુઓ તસવીર

મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા) : ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને ભારે રસાકસી જોવા મળી રહી છે ત્યારે હાલમાં ઊંઝા એપીએમસી ભવનની બહાર ખેડૂતો અને વેપારીઓના ટોળેટોળા જોવા મળી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીને સમરસ કરવા માટે મીટીંગોનો દોર હાલમાં ચાલુ છે અને બંધ બારણે બેઠકો થઈ રહી છે. ત્યારે બીજી બાજુ બહાર ભેગા થયેલા ખેડૂતોને વેપારીઓમાં તરેહ તરેહ ની ચર્ચાઓ શરૂ થઈ રહી છે. જોકે ઊંઝા એપીએમસી ને સમરસ બનાવવામાં ભાજપને કેટલી અંશે સફળતા મળશે એ તો હવે આવનાર સમયે બતાવશે. જોકે મેન્ડેડને લઈને પણ હજુ સુધી સસ્પેન્સ રહ્યું છે. તો બીજી બાજુ ફોર્મ પાછા ખેંચવાનો સમય પૂર્ણ થઈ ગયો હોવા છતાં પણ હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ રહી નથી. ત્યારે વેપારીઓ અને ખેડૂતોમાં અલગ અલગ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ રહી છે. ક્યાંક ને ક્યાંક ભાજપના હાથમાંથી બાજી સરકી રહી હોય તેવું લાગી રહ્યું છે.