ઊંઝા : નગર પાલિકા નો વહીવટ ખાડે ગયો : પાલિકા પ્રમુખ ના વોર્ડ માં જ રહીશો ત્રાહિમામ !

ઊંઝા : નગર પાલિકા નો વહીવટ ખાડે ગયો : પાલિકા પ્રમુખ ના વોર્ડ માં જ રહીશો ત્રાહિમામ !

મહિલા પ્રમુખના વોર્ડમાં જ છેલ્લા 2 મહિનાથી ખાડો યથાવત, લોકોમાં રોષ

વોર્ડ નંબર-8માં વિસનગર ચોકડી પાસે ખાડાનો ત્રાસ યથાવત

ઉમિયા સર્કલ પાસેના ખાડાથી વેપારીઓ પર અસર, દુકાન બંધ કરવાની નોબત

રજૂઆતો છતાં સમારકામ નહીં થતા સ્થાનિકોમાં અસંતોષ વધ્યો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચૂના ) : ઊંઝા શહેરના વોર્ડ નંબર-8 વિસ્તારમાં વિસનગર ચોકડી પાસે ઉમિયા સર્કલની બાજુમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા પર પડેલો મોટો ખાડો સ્થાનિકો અને વેપારીઓ માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક રજૂઆતો છતાં હજુ સુધી આ ખાડાનું સમારકામ કરવામાં આવ્યું નથી.

ખાસ કરીને આ વિસ્તાર ઊંઝા નગરપાલિકાના નવ નિયુક્ત મહિલા પ્રમુખના વોર્ડમાં આવતો હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે રસ્તાની ખરાબ હાલતને કારણે ગ્રાહકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે.

વિસનગર ચોકડી નજીક આવેલી વેદ મેડિકલ સ્ટોર દવાની દુકાનને પણ આ ખાડાના કારણે ભારે અસર પહોંચી હોવાનું જણાવાયું છે અને ત્રાસના કારણે દુકાન બંધ કરવાની સ્થિતિ સર્જાઈ હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરી લોકોને પડતી મુશ્કેલી દૂર કરવાની માંગ ઉઠાવી છે.