શરમ કરો શિક્ષણ મંત્રીજી : શાળાઓ ખુલ્યાને સાત મહિના છતાં 4500 જેટલા વિદ્યાર્થીઓ અંગ્રેજીના પુસ્તકથી વંચિત !
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : સુરત શહેરમાં ધોરણ- 3ના 4500થી વધુ વિદ્યાર્થીને શાળા શરૂ થયાના સાત મહિનાનો સમય વીતી જવા છતાં અંગ્રેજીની ટેકસ્ટ બુક આપવામાં નહિ આવતા આપના નેતાઓએ વિરોધ વ્યકત કર્યો છે.
‘આપ'ના પ્રદેશ મહામંત્રી અને શિક્ષણ સમિતિના વિરોધ પક્ષ નેતા શ્રી રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે શૈક્ષણિક વર્ષ શરુ થયાને 7 મહિના જેટલો સમય વીતી ગયેલ હોવા છતાં હજુ સુધી ધોરણ 3ના 4500થી વધુ બાળકોને અંગ્રેજી ભાષાનું પાઠ્યપુસ્તક આપવામાં આવેલ નથી. એક સત્ર સંપૂર્ણ પૂરું થઈ ગયું, જાન્યુઆરી મહિનો અડધો પૂરો થઈ ગયો, એપ્રિલમાં તો વાર્ષિક પરીક્ષા આવી જશે, એમ છતાંય હજુ સુધી આ પરિસ્થિતિ છે.
જો શિક્ષણમંત્રીના પોતાના જ શહેરમાં આ પરિસ્થિતિ હોય તો સમગ્ર રાજ્યમાં કેવી પરિસ્થિતિ હશે? વિપક્ષ નેતા રાકેશ હિરપરા દ્વારા વારંવાર રજૂઆતો અને વિરોધ કરતાં છતાંય આ પરિસ્થિતિમાં કોઈ સુધારો આવતો નથી જે દર્શાવે છે કે શાસકોને બાળકોના શિક્ષણમાં કોઈ રૂચી નથી.