ઊંઝા : ન.પા. માં વિવિધ હોદ્દાઓની વરણી માં આંટા સમાજની બાદબાકી થતા સો.મીડિયામાં ભાજપ સામે ભભૂક્યો રોષ : ધારાસભ્ય એ શું કહ્યું ?

ઊંઝા : ન.પા. માં  વિવિધ હોદ્દાઓની વરણી માં આંટા સમાજની બાદબાકી થતા સો.મીડિયામાં ભાજપ સામે ભભૂક્યો રોષ : ધારાસભ્ય એ શું કહ્યું ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : ભાજપ શાસિત ઊંઝા નગરપાલિકા માં ગઈકાલે પ્રમુખ ઉપપ્રમુખ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના મહત્વના પાંચ હોદ્દાઓની જાહેરાત કરવામાં આવી હતી અને વરણી કરાઈ હતી ત્યારે આ મહત્વના પાંચ પદો માં ઊંઝા ના આંટા કડવા પાટીદાર સમાજના પ્રતિનિધિઓની બાદબાકી થઈ હોવાનું પ્રતિત થતા હવે સોશિયલ મીડિયામાં પોસ્ટ વહેતી થઈ છે જેમાં સમાજની બાદબાકીને લઈને છૂપો રોષ પ્રગટ કરાયો છે. 

એ કેપી યુવા સંગઠન ના મંત્રી મહેન્દ્રભાઈ પટેલ ના નામે વહેતી થયેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં ભાજપ સામે છુપો રોષ પ્રગટ કરતા જણાવવામાં આવ્યું છે કે ઊંઝા નગરપાલિકામાં 22 સભ્યોને બિનહરીફ કરવામાં આટા સમાજના પ્રતિનિધિઓએ ખૂબ જ મહત્વની ભૂમિકા અદા કરી હતી ત્યારે હવે જ્યારે પદની વહેંચણી કરવાનો સમય આવ્યો ત્યારે મહત્વના પદો પર આંટા સમાજના પ્રતિનિધિઓની બાદબાકી કરી છે.

અત્રે નોંધનીય છે કે સોશિયલ મીડિયામાં વહેતી થયેલી આ પોસ્ટ એ ક્યાંક ને ક્યાંક આંટા પાટીદાર સમાજમાં જોવા મળતો છૂપો રોષ હોય તેવું પ્રતિત થાય છે, ત્યારે આવનાર સમયમાં હવે ભાજપ શાસિત ઊંઝા નગરપાલિકામાં નવાજૂની થાય તો પણ નવાઈ નહીં !

બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે જે 22 ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે તેમની પાસેથી ઉઘરાણા કર્યા હોય તેવું ચર્ચાઇ રહ્યું છે ત્યારે આ વાતમાં કેટલું તથ્ય છે એ તો હવે તપાસનો વિષય છે. 

ધારાસભ્ય એ શું કહ્યું ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા ઊંઝા ના ધારાસભ્યને આ બાબતે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે ઉપરથી નામોની યાદી બની છે. બધું જ ઉપરથી નક્કી થતું હોય છે.વળી ઉઘરાણા બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતે પણ તપાસ કરવામાં આવશે !