વેરાન જમીન પર સૌર ઊર્જાના બીજ રોપવામાં ગુજરાત પ્રથમ
Mnf network; ભલે ગુજરાતની વેરાન જમીન પર કોઈ પાક ઉગાડવામાં આવતો નથી, પરંતુ આવી જમીનનો ઉપયોગ કરીને ગુજરાતે દેશ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાતે ઉડ જમીનોમાં સૂર્ય કિરણોની મદદથી ૧૨ હજાર ૧૫૦ મેગાવોટ સૌર ઉર્જા ઉત્પન્ન કરી છે. આટલા મેગાવોટ ક્ષમતાના સોલાર પાર્ક પ્રોજેકટ સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે
૩૦ નવેમ્બર ૨૦૨૩ સુધીમાં, દેશના ૧૨ રાજ્યો માં ૩૭૪૯૦ સોલાર પાર્ક પ્રોજેકટ મંજૂર કરવામાં આવ્યા છે તેમાંથી ગુજરાતમાં જ ૩૨.૪૦ ટકા ક્ષમતાના પ્રોજેકટને મંજૂરી આપવામાં આવી છે. એટલું જ નહીં દેશમાં અત્યાર સુધી બંજર જમીન પર મંજૂર થયેલા સોલાર પાર્ક પ્રોજેકટમાં સૌથી વધુ ક્ષમતા ધરવતા મોટા સોલાર પાર્ક પણ ગુજરાતમાં જ છે. ગુજરાતમાં આ શ્રેણીમાં ૪૭૫૦ મેગાવોટ અને૩૩૨૫ મેગાવોટના મહત્તમ સોલાર પાર્કને મંજૂરી આપવામાં આવી છે. મહત્વનું છે કે ૩૦ નવેમ્બર ૨૦૨૩ સુધીમાં ગુજરાત સરકારને બંજર જમીન પર સૌર ઊર્જા ના કુલ ૭ સોલાર પાર્ક પ્રોજેકટની સ્થાપના કરવામાં આવી છે, જેને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્રારા મંજૂરી આપવામાં આવી છે.તેની ક્ષમતા ૧૨૧૫૦ મેગાવોટ છે.
રાજસ્થાનમાં ૮૨૭૬ મેગાવોટના નવ સોલાર પાવર પાર્ક પ્રોજેકટને મંજૂરી આપવામાં આવી છે.. યારે આંધ્ર પ્રદેશ ૪૨૦૦ મેગાવોટ ક્ષમતાના પ્રોજેકટ સાથે ત્રીજા સ્થાને છે. આંધ્રપ્રદેશમાં પાંચ સોલાર પાર્ક પ્રોજેકટને મંજૂરી આપવામાં આવી છે. આ મામલે મધ્યપ્રદેશ ચોથા સ્થાને છે. મધ્યપ્રદેશમાં ૪૧૮૦ મેગાવોટના ૬ સોલાર પાર્ક પ્રોજેકટને મંજૂરી આપવામાં આવી છે.