Breaking : PM મોદીની ગુજરાત મુલાકાત બાદ CM અને C R એકાએક કેમ દિલ્હી દોડયા ?

Breaking : PM મોદીની ગુજરાત મુલાકાત બાદ CM અને C R એકાએક કેમ દિલ્હી દોડયા ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ વચ્ચે ભાજપ માટે સૌથી મોટો પડકરા સામે આવ્યો છે, તે જૂથવાદ છે. ભાજપ હમેશા જૂથવાને ડામવામાં સક્રિય રહે છે. જૂથવાદ બાદ ભાજપ સામે આપ મોટો પડકાર છે.  ભાજપ માટે સરકારી કર્મચારીઓના આંદોલન, મોંઘવારી અને બેરોજગારી માથાના દુઃખાવા સામાન સાબિત થઈ શકે છે. કેમ કે, વિપક્ષ દ્વારા ભાજપને આરોગ્ય અને શિક્ષણ સહિતના મુદ્દે સતત ઘેરવામાં આવે છે.

ગુજરાતમાં મોદી ગુજરાત આવે એ પહેલાં CM અને CRએ દિલ્હીનું તેડું આવ્યું છે. ચૂંટણી પહેલાં આગામી રણનીતિ ઘડવા માટે મોદીએ દિલ્હી બોલાવ્યા છે સાથે સાથે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પણ પહોંચી રહ્યાં છે. મોદી ગુજરાતમાં 3 દિવસ રહ્યાં બાદ પહોંચેલા રિપોર્ટને પગલે સીએમ અને સીઆરનો ઉધડો લેવાય તો નવાઈ નહીં. હાલમાં સરકાર સામે એન્ટિઈન્કમ્બસીનો માહોલ અને સભાઓમાં ઓછી ભીડના અહેવાલો દિલ્હી સુધી પહોંચ્યા છે.

ક્યાંક ને ક્યાંક C R ની રણનીતિ ભાજપને તારી રહી નથી. જેથી દિલ્હીથી નવી રણનીતિ ઘડાય તો નવાઈ નહીં. મોદી ગુજરાતમાં ફરી આવે એ પહેલાં સરકાર અને ભાજપ સંગઠન મામલે મોદી સુધારાઓ સૂચવે તેવી ચર્ચાઓ છે. ગુજરાતમાં આ વર્ષે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે. દિલ્હી પહોંચેલા રિપોર્ટોએ એ સાબિત કરી દીધું છે કે સ્થાનિક લેવલથી દિલ્હીને ઉંધા ચશ્મા પહેરાવાઈ રહ્યાં છે. મોદીએ 3 દિવસ ગુજરાતમાં નજરે જોયા બાદ એ સમજી ચૂક્યા છે કે જેવું કાગળ પર ચિતરાઈ રહ્યું છે અને વાસ્તવિકતા બંને અલગ છે. ભાજપના સ્થાનિક નેતાઓ 130થી 140 સીટોના જીતનો ટાર્ગેટ મૂકી મોદી સામે પ્રેઝન્ટેશન કરી રહ્યાં છે પણ ગુજરાતમાંથી મોદીને અલગ રિપોર્ટ મળી રહ્યાં છે. ગુજરાતમાં હાલમાં માહોલ બદલાયો છે. જેને ભાજપની ફેવરમાં કેમ કરવો એ મામલો વધુ ચર્ચાય તેવી પણ સંભાવના છે.