જેલ ના કેદી ઓએ બનાવેલા 130 ચિત્ર પ્રદર્શન શરુ થયા ના 2કલાક મા જ વેચાય ગયા
મોર્નિંગ ન્યુઝ ફોકસ સુરત :સુરતમાં આજે લાજપોર જેલના કેદીઓ દ્વારા તૈયાર કરાયેલા 130 પેઇન્ટિંગોનું અનોખું ચિત્ર પ્રદર્શન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચાર દિવસના આ એક્ઝિબિશનને ખુલ્લું મૂક્યું હતું. એક્ઝિબિશન ખુલ્લું મુકાયા ના બે જ કલાકમાં પ્રદર્શનમાં મુકાયેલા તમામ ચિત્રો વેચાઈ ગયા હતા. સુરતના કેપી એનર્જી પટેલે કેદીઓએ બનાવેલા તમામ પેઈન્ટિંગ્સ ખરીદી લઈ 11.16 લાખ જેટલી રકમ ચૂકવી આપી હતી.
એટલું જ નહીં, એક ઉદ્યોગપતિ પેઇન્ટિંગ ખરીદ્યા બાદ પણ ચાર દિવસ એક્ઝિબિશન ચાલુ રાખ્યું છે. લખાયેલી કિંમત કરતા વધુ કિંમત આપી કોઈ લઈ જતું હોય તો તેને તે પેઇન્ટિંગ આપી દઈ તે તમામ રકમ પણ જેલના કેદીઓ અને કેદી ફંડમાં આપવાની જાહેરાત કરી છે.આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જેલના બે બંદિવાનોની ચિત્રકલાની રૂચિના પરિણામે 53 બંદિવાનોના જીવન પરિવર્તન કરવાનો ભગીરથ પ્રયત્ન થયો છે. જે અભિનંદનપાત્ર છે.