ગુજરાતના રાજકારણમાં ભૂકંપ : ભાજપના કયા ધારાસભ્યએ PM મોદીના વતન વડનગર ભાજપને ખરાબ ચિતર્યું ?

ગુજરાતના રાજકારણમાં ભૂકંપ : ભાજપના કયા ધારાસભ્યએ PM મોદીના વતન વડનગર ભાજપને ખરાબ ચિતર્યું ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાનું ઐતિહાસિક નગર વડનગર જે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી નું માદરે વતન છે.વડનગર નો સમાવેશ ઊંઝા વિધાનસભામાં થાય છે.ઊંઝા સીટ પર ચૂંટણી લડનાર ઉમેદવારની હાર જીતનો મુખ્ય આધાર વડનગરના મતદારો પર રહેલો હોય છે ત્યારે તાજેતરમાં 2022 માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ઊંઝા સીટ પર ભાજપમાંથી ચૂંટણી લડનાર કિરીટકુમાર કેશવલાલ પટેલ ઉર્ફે કે.કે પટેલને વડનગરના મતદારોએ ખોબલે ખોબલે મત આપ્યા હતા એટલું જ નહીં પરંતુ વડનગર ભાજપ સંગઠન દ્વારા ભાજપને જીતાડવા માટે તનતોડ મહેનત કરવામાં આવી હતી વડનગર ભાજપ સંગઠનની અથાક મહેનતથી જીત મેળવનાર કે કે પટેલે તાજેતરમાં વડનગર  સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પ કે જેમાં વડનગર નગર પાલિકા સદસ્ય, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની હાજરીમાં વડનગર ભાજપની આકરી ટીકા કરી કાર્યકરોની મહેનત અને ઉત્સાહ પર પાણી ફેરવ્યું હતું.

ઊંઝા ના ધારાસભ્ય કે કે પટેલે જાહેરમાં પત્રકારોની હાજરીમાં વડનગરનું રાજકારણ ખરાબ હોવાનું નિવેદન કરતા સંગઠનના હોદેદારો અને કાર્યકર્તાઓ સૌ ચોકી ઉઠ્યા હતા.જો કે જાણવા મળતી વિગતો મુજબ, ધારાસભ્ય કે કે પટેલે બે થી ત્રણ વાર વડનગર ભાજપ સંગઠન ને ખરાબ ચિતર્યું છે. ' વડનગરનું રાજકારણ ભાગલાવાદી છે, ગંદુ છે. ' એવા ધારાસભ્ય દ્વારા કરાયેલ નિવેદનને  લઈ કાર્યકરો અને સંગઠનના હોદ્દેદારોમાં પણ છૂપો રોષ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ધારાસભ્ય કોના ઈશારે વડનગરના રાજકારણને ખરાબ છીતરી રહ્યા છે તેને લઈને પણ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે.

અત્રે નોંધનીય છે કે સમગ્ર ગુજરાતમાં એક માત્ર PM મોદીના વતન વડનગર નગરપાલિકામાં જ તમામે તમામ નગર સેવકો ભાજપના છે.અહીં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો છે.નરેન્દ્રભાઈના મુખ્યમંત્રી થી લઈને વડાપ્રધાન ના કાર્યકાળ દરમ્યાન વડનગરમાં ભાજપ સંગઠન અને કાર્યકરોની અથાગ મહેનતથી નગરનો સુપર્બ વિકાસ થયો છે . ત્યારે ધારાસભ્ય કે કે પટેલે વડનગરને ખરાબ ચીતરી ને વડનગર ભાજપ સંગઠન ના હોદેદારો અને કાર્યકરોનું જ નહીં બલ્કે સમગ્ર વડનગરવાસીઓનું અપમાન કર્યું છે.

 અત્રે નોંધનીય છે કે વડનગરના રાજકારણ સામે આંગળી ચીંધનાર ધારાસભ્ય કે કે પટેલે પોતાના વતન ઊંઝામાં ડોકિયું કરવાની જરૂર છે.ચર્ચાતી વિગતો મુજબ, કે કે પટેલ જેમને ઊંઝા થી લઈને ગાંધીનગરના ચક્કર લગાવી રહ્યા છે એમની સાથેના કેટલાક કહેવાતા ભાજપીઓએ 2019 માં ભાજપની ટીકીટ પરથી ચૂંટણી લડનારા સ્વ.ડો.આશાબેન પટેલને હરાવવા માત્ર ઊંઝા જ નહીં બલ્કે વડનગરમાં જઈને પણ ખુલ્લો પ્રચાર કર્યો હતો. ત્યારે ભાજપમાં રહીને ભાજપને જે તે સમયે હરાવવા મેદાને પડેલ ભાજપીઓને કેમ કે કે પટેલ છાવરી રહ્યા છે ? તાજેતરમાં જ ઊંઝા શહેર ભાજપ ઉપપ્રમુખ દ્વારા ઊંઝા નગરપાલિકા ને ખરાબ ચીતરવાનો પ્રયાસ કરાયો હતો. જેના મીડિયા અહેવાલો પણ પ્રકાશિત થયા હતા છતાં આજે દિન સુધી આ હોદ્દેદાર સામે કેમ કોઈ પગલા ભરાતા નથી ? કે કે પટેલ કેમ ભાજપ સામે ગુલબાંગો પોકારનારને છાવરી રહ્યા છે ? કે કે પટેલે એ ન ભૂલવું જોઈએ કે , 'બીજાની સામે એક આંગળી કરનારની ચાર આંગળીઓ પોતાની સામે ચિંધાતી હતી હોય છે.' ધારાસભ્ય કે કે પટેલના વડનગર વિશેના આ નિવેદન થી હવે રાજકારણમાં કયો નવો વળાંક આવશે એ જોવું રહ્યું !